વંચિત લોકોને શ્રેષ્ઠ શિક્ષણ અને સશક્ત કરવાની ચાલી રહેલી પહેલ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે અંકલેશ્વર અને સરીગામમાં કરાડીપથના મેજિક ઈંગ્લિશ એસએલએલ કાર્યક્રમની કોરોમંડલે કરેલી શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ભારતમાં કૃષિ સેવાઓના અગ્રણી પ્રદાતા કોરોમંડલ ઈન્ટરનેશનલગુજરાત, આન્ધ્રપ્રદેશ, અને તમીલનાડુમાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અંગ્રેજી ભાષા શિખવવાનો પ્રભાવી કાર્યક્રમ શરૂં કર્યો છે. અંકલેશ્વર અને સરીગામમાં કાર્યક્રમનું વિસ્તરણ એ બાળ પ્રતિભાઓના સશક્તિકરણનું નિર્ણયાત્મક પગલું છે. કરાડીપાથ સમાજમાં નવીનતા લાવવા માટેના પ્રયાસ કરતી સંસ્થા છે. જેમની સાથે કોરોમંડલના સીએસઆરની આ પહેલ ભાગીદારીથી સ્થાનિક 25 શાળાઓના 13,769 વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષાની સજ્જતા મોટા પાયે વધારી રહી છે. આ પ્રોગ્રામથી 2855 બાળકો અને 58 ટીચરોનું લાભ થશે.
આ નવી પહેલ વિષે કોરોમંડલ ઈન્ટરનેશનલના પ્રેસિડન્ટ અને સીએસઆરઓ શ્રી અરૂણ લેસ્લી જ્યોર્જે જણાવ્યું હતું કે, ‘‘વંચિત લોકોને શ્રેષ્ઠ શિક્ષણ અને સશક્ત કરવાની ચાલી રહેલી પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે અંકલેશ્વર અને સરીગામમાં કરાડીપથના મેજિક ઈંગ્લિશ એસએલએલ કાર્યક્રમ શરૂ કરતા અને ખૂબ ઉત્સાહિત છીએ. અમે માનીએ છીએ કે દરેક બાળકના લાંબાગાળાના વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અનિવાર્ય છે. આ કાર્યક્રમ મારફતે અંગ્રેજી તો શિખવવામાં આવે જ છે. સાથે સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના દ્વાર પણ ખુલી રહ્યાં છે.
અંકલેશ્વરના પિલુદરા ગામમાં કરાડીપાથનો મેજીક ઈંગ્લિશ એસએલએલ કાર્યક્રમ નવા દિવા પ્રાથમિક શાળા અને નિરવપ્રાથમિક શાળાનાં 16 શિક્ષકો અને 555 વિદ્યાર્થીઓના ભણાવવાના અને શિખવાના અનુભવને સમૃદ્ધ બનાવી રહ્યો છે. સાત શાળાઓના 42 શિક્ષકો માટેના રિફ્રેશર કોર્સ સરીગામની આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમનો લાભ લગભગ 2300 વિદ્યાર્થીઓને થઈ શકે છે.
આ પ્રસંગે વાત કરતા કરાડીપાથ એજ્યુકેશનના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ કુમારી પ્રીતિકા વેંકટાક્રિષ્નને જણાવ્યું હતું કે, ‘‘અંકલેશ્વર અને સરીગામના વિદ્યાર્થીઓ સુધી મેજિક ઈંગ્લિશ એસએલએલ કાર્યક્રમ લાવવામાં કોરોમંડલ ઈન્ટરનેશનલ સાથે ભાગીદારી કરતા અમે ખૂબ ઉત્સાહિત છીએ.