(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.17: શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા તા.16/11/2024 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે પ્રબોધનકાર ઠાકરે હોલ, બોરીવલી ખાતે ત્રી દશાબ્દિ મહોત્સવ અંતર્ગત ‘સબંધો સ્પર્શ વિનાના’ નાટકનું આયોજન શ્રીમાન મનુભાઈ પીઠાવાલાના પ્રમુખસ્થાને, શ્રીમાન ધનસુખભાઈ તથા શ્રીમતી યશવંતીબેન સુરતી તેમજ શ્રીમતી જયશ્રીબેન તથા શ્રીમાન ઉમેશભાઈ તવડીયાના મુખ્ય મહેમાન પદે અને શ્રીમાન નરેશભાઈ તથા શ્રીમતી ઉષાબેન બારોટ તેમજ શ્રીમાન વિનોદભાઈ તથા શ્રીમતી માયાબેન પટેલના અતિથિ વિશેષ પદે યોજાયો.
મહાનુભાવોના હસ્તે દિપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજની ઘડીની ઈન્ટરનેટ કોમેડીની સાથે સાથે એકલવાયુ જીવન જીવતા વડીલો જ્યારે પોતાના પરિવાર પાસેથી સંગાથની આશા રાખતા વડીલોને, જ્યારે આ વ્યસ્ત જિંદગીમાં પોતાના બાળકો સમય આપી શકતા નથી ત્યારે મોબાઈલ (ઈન્ટરનેટ) નાં માધ્યમથી સર્જાતી કોમેડી અને લાગણી સભર દૃશ્યોનો ચિતાર રજુ કરતો નાટક માળ્યો.
સંસ્થાના પ્રમુખશ્રીઅનુપભાઈ મેહવાલાએ સૌને આવકાર્યા બાદ મહેમાનોનુ સંસ્થાના કાર્યકરોના હસ્તે બુકે, શાલ, મોમેન્ટો અને માતાજીનાં ખેસ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની સરાહના કરી પોતાને આપેલ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સમાજ અગ્રણીઓ શ્રી અમૃતભાઈ માણેક, શ્રી વનમાળીભાઈ પરમાર, શ્રી દયાળભાઈ વાધેલા, શ્રી રમણભાઈ રાઠોડ (દેવસર), શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ, શ્રી વિનયભાઈ વાડીવાલા, શ્રી ઉમેશભાઈ પટેલ, શ્રી નટુભાઈ પટેલ, શ્રી અજીતભાઈ વણકર, શ્રી નવનીતભાઈ છોવાલા, શ્રી શૈલેષભાઈ ઉટેકર, શ્રી સતિષભાઈ સુરતી તેમજ બરોડા, સુરત બારડોલી, નવસારી, ચીખલી ગણદેવી, ખેરગામ, વલસાડ, ઉદવાડા, વાપી તેમજ પુનાથી સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમનુ સંચાલન શ્રી હર્ષદભાઈ આર્યએ કર્યું હતું. શ્રી વિપીનભાઈ રાઠોડે ઉપસ્થિત સૌ આગેવાનો, દાતાઓ, શુભચિંતકો, સંસ્થાના કાર્યકરો તેમજ ટચ વુડ પ્રોડક્શનનાં માલિક શ્રી મયુરભાઈનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
