Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: આજરોજ તા.18/11/2024 ના દિને ધરમપુર ખાતે ધરમપુર તાલુકાની સામાન્‍ય સભામાં ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નો જે તે વિભાગમાં નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરી હતી.
ધરમપુર બિરસામુંડા સર્કલ ખાતે ક્રાંતિકારી બિરસાની પ્રતિમા માટે પૈસા ફાળવ્‍યા તે બદલ તાલુકા પંચાયત અને ધરમપુર નગરપાલિકાનો આભાર માનું છું, સાથે નગરપાલિકા દ્વારા ધરમપુરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાને પાણીથી ધોવામાં આવે છે એ કામગીરીને પણ બિરદાવું છું. સાથે અગાઉ આદિવાસી સમાજ દ્વારા કરેલ રજૂઆતના આધારે ધરમપુર નગરપાલિકાની લાઇબેરીમાં પાણી માટેનું કુલર, ખુરશી, ખ્‍ઘ્‍ જેવી સુવિધા વિદ્યાર્થીઓને સુવિધા આપી તે બદલ આભાર માનવામાં આવ્‍યો હતો.
ધરમપુર તાલુકાના નરેગામાં કુવાના કામો માટે 4500 રૂપિયા આશરે 2020 માં ભરાવેલ અને આજદિન સુધી કામો ચાલુ કરવામાં આવ્‍યા નથી તો એ કામો કયારે ચાલુ કરશો. મરઘમાળ ગામની સસ્‍તા અનાજની દુકાન વિરવલ ગામે છે જે અલગ કરી ગામમાં સસ્‍તા અનજની દુકાન માટે ગ્રામપંચાયતમાં ઠરાવ કરવામાં આવ્‍યો છે જેથી તાત્‍કાલિક સસ્‍તા અનાજની દુકાન અલગ કરવા માટે તાલુકાના સામાન્‍ય સભામાં ઠરાવ કરવામાં આવે અને જે તે વિભાગમાં જાણ કરવામાં આવે જેથી મારા ગામના લોકો હેરાન ના થાય. ધરમપુર તાલુકાની આંગણવાડી બહેનોને ઓનલાઇન અને ઓફલાઈન બંનેની કામગીરી આપવામાં આવે છે પરંતુ ધરમપુર તાલુકામાં નેટવર્કની ખૂબ મોટી સમસ્‍યાને કારણે એ કામગીરી થઈ શકતી નથી અને મોબાઈલ પણ બંધ હાલતમાં હોય જેથી ઓફલાઈનની જ કામગીરી કરવામાં આવે. પોષણ સુધા યોજનામાં સગર્ભા માતા અને તાત્રી માતાને જમાડવાની ડીશ 27 રૂપિયામાં દાળ, ભાત, શાક, રોટલી એ કઈ રીતે જમાડવું અને બાળક દીઠ ગરમ નાસ્‍તાના 1 રૂપિયો અને 30 પૈસામાં સવારનું જમાડવાનું એ કઈ રીતે જમાડી શકે. આંગણવાડી બહેનોને 11 રજિસ્‍ટર જ ભરવાના હોય પરંતુ હાલે વધારે રજીસ્‍ટરો ભરવા માટે આપવામાં આવે છે જે ફક્‍ત કામના રજીસ્‍ટરો હોય એટલા જ ભરાવવામાં આવે. ધરમપુર તાલુકામાં શ્રમયોગીના ફોર્મ ભરવામાં આવેલ તે કેટલા લોકોને ચૂકવણી થઈ અને ન થઈ તો કયારેય ચૂકવણી કરશો. ધરમપુર તાલુકામાં કેટલી શાળા છે કેટલીક મળશે અને કેટલી શાળાઓને તોડવાની મંજૂરી આપવામાં આવી છે અને જેમને તોડી પાડવાની મંજૂરીઆપવામાં આવી છે તે તોડી પાડવામાં આવી છે તો તે શાળાના બાળકો હાલમાં કયાં અભ્‍યાસ કરશે કારણકે મારા મત વિસ્‍તારમાં આવતું રાજપુર તલાટ ગામે બાળકો પંચાયત પર બેસીને અભ્‍યાસ કરે છે અને ગોરખડા ગામે પ્રાથમિક શાળાના બાળકો બાજુના ઘરમાં અભ્‍યાસ કરે છે.
ધરમપુર તાલુકામાં આદિમ જૂથના બાકી રહેલ ઘરોનું સર્વે કરી તાત્‍કાલિક મંજૂરી આપવામાં આવે. વાપી થી શામળાજી નેશનલ 56 જે કરોડથી ખાનપીટ સુધી ગયા વર્ષે 22.5 કરોડનો રસ્‍તો બનાવવામાં આવ્‍યો હતો. પરંતુ કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોય જેના કારણે અલગ જગ્‍યાએ ખાડાઓ પડી ગયેલા હોય જેના કારણે અનેક લોકો મૃત્‍યુ પામ્‍યા હશે. હાલે પણ ખટાણા ગામના બે યુવાનો ખાડામાં પડવાના કારણે પાછળથી આવેલ ટ્રક ઉપર ચડી ગયેલો અને બે વ્‍યક્‍તિ મૃત્‍યુ પામ્‍યા હતા. જેથી આવા કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સી વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તાલુકા પંચાયતની સામે અવારનવાર અકસ્‍માતના બનાવ બન્‍યા છે. અગાઉ પણ અહીંયા પંપ મુકવા માટે રજૂઆત કરી હતી એ બોમ્‍બ તાત્‍કાલિક મૂકવામાં આવે જે બાબતે જેતે વિભાગ સાથે સંકલન કરવામાં આવે. નડદરી ગામના સરપંચ શ્રી દ્વારા કરેલ રજૂઆતો ધ્‍યાનમાં લેવા બાબત. નડગધરી ગામે સાદડપાડા વર્ગ શાળા થીજગદીશભાઈના મહોલ્લામાં જતો રસ્‍તો. નડગધરી નિચલા ફળિયાથી સાવળીના માળ તરફ જતો રસ્‍તો. નડગધરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્‍થાપના કરવાની હોય જે બાબતે ઠરાવ કરીને આપેલ હોય જે મંજૂરી આપવા બાબત અન્‍ય ગામોમાં પણ ગામ લોકો ઈચ્‍છે તો ગામના સ્‍વભંડોળમાંથી એ મંજૂરી આપવામાં આવે એવી મારી દરખાસ્‍ત છે. નડગધરી નવીનગરી ફળિયામાં ચેકડેમ કોઝવેની જરૂરીયાત બાબતોની રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

vartmanpravah

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

Leave a Comment