(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ભારત સરકારશ્રીની ‘‘અમૃત” યોજના અંતર્ગત ગુજરાતઅર્બન ડેવેલોપમેન્ટ કંપની, ગાંધીનગર (GUDC) દ્વારા વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જનતાની સુખાકારી બાબતે પીવાના પાણી અને ડ્રેનેજ લાઈનની સુવિઘામાં વધારો કરવા વોટર સપ્લાય+ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટ ચાલુ થનાર છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણીની ટાંકી+અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવશે.
શહેરના મહત્તમ મુખ્ય માર્ગો પર અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક+મેઈન હોલ ચેમ્બર બનાવવામાં આવશે. સદર પ્રોજેક્ટની કામગીરી દરમ્યાન પીવાના પાણીનો સપ્લાય ફેર-બદલ કરવામાં આવી શકે છે. પાઈપ લાઈનની કામગીરી દરમ્યાન ટ્રાફિક ચોક્કસ સમય માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના પ્રગતિ સમયે પ્રજાને પડતી કામચલાઉ અગવડતા માટે સહકાર આપવા અપેક્ષિત છે. આ બાબતે જાહેર જાનતાએ નોંધ લેવા વલસાડ પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે અખબારી યાદીમાં જણાવ્યું છે.