September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ભારત સરકારશ્રીની ‘‘અમૃત” યોજના અંતર્ગત ગુજરાતઅર્બન ડેવેલોપમેન્‍ટ કંપની, ગાંધીનગર (GUDC) દ્વારા વલસાડ નગરપાલિકા હદ વિસ્‍તારમાં જનતાની સુખાકારી બાબતે પીવાના પાણી અને ડ્રેનેજ લાઈનની સુવિઘામાં વધારો કરવા વોટર સપ્‍લાય+ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટ ચાલુ થનાર છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્‍તારમાં પાણીની ટાંકી+અંડર ગ્રાઉન્‍ડ સંપ બનાવવામાં આવશે.
શહેરના મહત્તમ મુખ્‍ય માર્ગો પર અંડર ગ્રાઉન્‍ડ ડ્રેનેજ નેટવર્ક+મેઈન હોલ ચેમ્‍બર બનાવવામાં આવશે. સદર પ્રોજેક્‍ટની કામગીરી દરમ્‍યાન પીવાના પાણીનો સપ્‍લાય ફેર-બદલ કરવામાં આવી શકે છે. પાઈપ લાઈનની કામગીરી દરમ્‍યાન ટ્રાફિક ચોક્કસ સમય માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ પ્રોજેક્‍ટના પ્રગતિ સમયે પ્રજાને પડતી કામચલાઉ અગવડતા માટે સહકાર આપવા અપેક્ષિત છે. આ બાબતે જાહેર જાનતાએ નોંધ લેવા વલસાડ પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

vartmanpravah

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેના હસ્તે ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment