June 13, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્‍હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્‍યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગની ઘટના અને દીલ્‍હીમાં એક હોસ્‍પિટલમાં આગની ઘટના પછી દાનહમાં આવી કોઈ આગની ઘટના નહીં થાય એ માટે જિલ્લા પ્રશાસન જાગી ગયું છે. આગની ઘટનાઓ જીવન અને સંપત્તિ બને માટે ગંભીર ખતરો છેતેથી નેશનલ બિલ્‍ડિંગ કોડ સેક્‍સન 144 કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીડયુર 1973(ન.2ઓફ 1974)અનુસાર આગ સલામતીના પગલાં આગની ઘટનાને અટકાવવા અને સ્‍ટાફની સલામતી સુનિヘતિ કરવા માટે કડક અમલ કરવાની જરૂર છે. દાનહમાં આવેલ રેસ્‍ટોરન્‍ટ, હોટલ, ગેસ્‍ટ હાઉસ, ગેમિંગ ઝોન, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક, હોસ્‍પિટલ, શોપિંગ મોલ, થિયેટર વગેરેમાં ફાયર સેફટીનું પાલન થાય એના માટે કલેક્‍ટરશ્રી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે.
આ બધી જગ્‍યા પર ફાયર સેફટીનું પાલન થાય અને દર છ મહિને ફાયર સેફટીનું ઓથોરાઇઝ એજન્‍સી દ્વારા ફાયર ઓડિટ કરવામાં આવે, ફાયર સેફટીના સાધનો પુરતા પ્રમાણમાં અને આગની ઘટના વખતે સુગમતાથી પહોંચી શકાય એવી જગ્‍યાએ હોવું જોઈએ, પર્યાપ્ત ફાયર સેફટી ઇક્‍વીપમેન્‍ટની જાળવણી, અગ્નિશામક સાધનો, સ્‍મોક ડિટેક્‍ટર અને કટોકટીના સમયે બહાર નીકળવાના સંકેતો, અગ્નિશામક ઉપકરણોને સુલભ સ્‍થળોએ મુકવા જોઈએ, સાથે જ દરેક કર્મચારીઓને આગની ઘટનાની પરિસ્‍થિતિમાં પહોંચી વળવા માટેની તાલીમ, ફાયરના સાધનોના ઉપયોગની તાલીમ આપવા જણાવવામાં આવ્‍યું છે.
આપાતકાલીન સ્‍થિતિમાં સ્‍થળ ખાલી કરવા માટેનો પ્‍લાન બનાવવા તથા અધિકૃત એજન્‍સી દ્વારા ત્રિમાસિક ફાયર સેફટી ઓડિટ કરાવવું આવશ્‍યક છે. ઈલેક્‍ટ્રીક વાયરિંગ અને ઉપકરણોનીતપાસ ખામીયુક્‍ત વિદ્યુત ઉપકરણની બદલી કરવી જરૂરી છે. રસોડાવાળી રેસ્‍ટોરન્‍ટ અને હોટલોએ ગેસ કનેક્‍શન અને રસોડામાં એક્‍ઝોસ્‍ટ સિસ્‍ટમ સ્‍વચ્‍છ છે અને યોગ્‍ય રીતે કાર્ય કરે છે તેની કાળજી રાખવી જરૂરી છે. જ્‍વવલનશીલ સામગ્રીનો સંગ્રહ જેવા કે સફાઈના લીક્‍વીડ, ગેસ સિલિન્‍ડરો, રસોઈ તેલ વગેરે આગના સ્‍તોત્રથી દૂર સુરક્ષિત રીતે સંગ્રહ કરવું. સ્‍ટાફ અને ગ્રાહકોને સાથે રાખીને નિયમિત ફાયર ડ્રિલ હાથ ધરવું જોઈએ.
ફાયર વિભાગ અને સરકારના અન્‍ય તમામ વિભાગોને નિર્દેશ આપ્‍યો છે કે આગ સલામતીના પગલાનું કોઈપણ રીતે ઉલ્લંઘન થવું ન જોઈએ અને જો આવું થાય તો તાત્‍કાલિક સબંધિત અધિકારીઓને જાણ કરવી.
સક્ષમ અધિકારી દ્વારા રેસ્‍ટોરન્‍ટ, હોટલ અને અન્‍ય ઉલ્લેખનીય સંસ્‍થાઓનું નિરીક્ષણ કરવામાં આવે અને નિયમિત તપાસ થાય, તપાસ દરમ્‍યાન ફાયર સેફટીના નિયમનું પાલન ન કરવાથી દંડ થઈ શકે છે.

Related posts

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન(પ.) ઉપર ટેક્ષી પાર્કિંગનો મુદ્દો ગરમાયોઃ સ્‍ટેશન માસ્‍ટરે નન્નો ભણ્‍યો: પાર્કિંગનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો હોવાથી ટેક્ષી પાર્કિંગ અટકાવાયું હોવાનો ટેક્ષી ચાલકોનો આક્ષેપ

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

vartmanpravah

ભારત સરકારના કલા ઉત્‍સવ કાર્યક્રમમાં અભિષેક શાહે રાષ્‍ટ્રીય સ્‍તરે શાસ્ત્રીય ગાયન કૃતિ રજૂ દીવનું વધારેલું ગૌરવ

vartmanpravah

Leave a Comment