October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

નરોલી ગામે દુષ્‍કર્મ બાદ બાળકીની હત્‍યા કરનાર આરોપીને આજીવન કેદની સજા કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાદરા નગર હવેલીના નરોલી ગામે માસુમ બાળકી સાથે દુષ્‍કર્મ બાદ હત્‍યા કેસમા ડીસ્‍ટ્રીકટ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાનહના નરોલી ગામે ગત 12માર્ચના રોજ ચાર વર્ષની માસુમ બાળકી સાથે પાડોશમા રહેતા આરોપી સંતોષ બીટ્ટુ રજત (ઉ.વ.30) બાળકી પેસેજમા રમી રહી હતી, તે સમયે સંતોષે બાળકીને બીલ્‍ડીંગના પેસેજમાથી હાથ પકડી પોતાની રૂમમા લઇ ગયો હતો એની સાથે બાળકીના ઘરનો દરવાજો પણ બહારથી બંધ કરી દીધો હતો, ત્‍યારબાદ બાળકી સાથે દુષ્‍કર્મનો પ્રયાસ કર્યો હતો એ પછી ધારદાર હથિયાર વડે બાળકીનું ગળું કાપી નાખ્‍યું હતું અને એક થેલામા ભરી રૂમમા છુપાવી રાખી હતી.જોકે આ ઘટનાને લઈ પ્રદેશના લોકોમાં આક્રોશ જોવા મળ્‍યો હતો.
દાનહ પોલીસ વિભાગે બાળકીના આરોપીની ધરપકડ કર્યા બાદ 5એપ્રિલના રોજ કોટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે સંદર્ભે ડીસ્‍ટ્રીકટ કોર્ટના ન્‍યાયાધીશ દ્વારા આરોપી સંતોષ બીટ્ટુ રજતને આજીવન કેદની સજા કરવામા આવી છે.

Related posts

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 7 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં મળે : લુ લાગવાની શક્‍યતા

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

દાનહઃ નરોલીમાં જિલ્લા સ્‍તરીય રોપ ક્‍સિપિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવસારી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

Leave a Comment