October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

થર્ડ ફેઈઝ શિવ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ઘટેલી ઘટના : રાજેશ ભુખદેવ દાસ નામના આધેડ કામદારનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી ઔદ્યોગિક વસાહતની કંપનીઓમાં લગાતાર અકસ્‍માતના બનાવો બનતા રહે છે તેવો વધુ એક અકસ્‍માત થર્ડ ફેઈઝ સ્‍થિત એક કંપનીમાં બન્‍યો હતો. કામદાર મશીન સાફ કરતા સીડી ઉપર ચઢયો હતો. સીડી ઉપરથી ગબડી પડતા કામદારનું મોત થવા પામ્‍યું હતું.
અકસ્‍માતની વિગતો મુજબ વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝમાં આવેલ શીવ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ગતરોજ બપોરે 12 વાગ્‍યાના સુમારે કંપનીમાં કામ કરી રહેલ કામદાર રાજેશ ભુખદેવ દાસ ઉ.વ.51 મશીનરી સાફ કરવા સીડી ઉપર ચઢી સાફસફાઈ કરતો હતો તે દરમિયાન અચાનક સીડી ઓઉપરથીનીચે પટકાયો હતો. જે દરમિયાન તેમનું મોત નિપજ્‍યું હતું. મૃતક મૂળ બિહારનો હતો. હાલ છીરીના વડીયાવાડ વિસ્‍તારમાં પરિવાર સાથે રહેતો હતો. અકસ્‍માત બાદ ઘાયલ રાજેશ ભુખદેવ દાસને કંપનીના કર્મચારીઓ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઈ ગયા હતા ત્‍યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્‍માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.

Related posts

દમણગંગા નદી પુલ નજીક કાર ચાલકે સ્‍ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર ગટરમાં પલ્‍ટી

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

જિલ્લામાં પ્રથમ એવી વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડની 10 માળ સુધી પહોંચાય તેવી હાઈડ્રોલીક સીડી કાર્યરત

vartmanpravah

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment