December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં કૌટુંબિક પરણિત કાકાએ 19 વર્ષિય યુવતિ સાથે સતત એક વર્ષ દુષ્‍કર્મ આચર્યું : આરોપીની ધરપકડ

માતા પિતા ના હોય ત્‍યારે કાકો ઘરમાં ઘૂસી યુવતિ સાથે શારિરીક સંબંધ બાંધતો પરિવારના સભ્‍યોને મારી નાખવાની ધમકી આપતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: કપરાડા તાલુકા વિસ્‍તારના એક ગામમાં પરિચિત પરિણિત કાકાએ 19 વર્ષની યુવતિ સાથે સતત એક વર્ષ ધાક ધમકી આપી દુષ્‍કર્મ આચરતો રહેલો. અંતે યુવતિએ હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાકાની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી.
કપરાડાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં એક ખેડૂત પરિવાર રહે છે. પરિવારમાં એક 19 વર્ષિય યુવતી માતા-પિતા સાથે રહે છે. નજીકમાં થાપર પરિવારનો પરિણિત કાકા પણ રહેતો હતો. ઓગસ્‍ટ 2023 માં કાકો પસાર થતા યુવતી પાસે પીવાનું પાણી માંગેલું. યુવતી ઘરમાં પાણી લેવા ગઈ ત્‍યારે ઘરનો દરવાજો બંધ કરી પરિચિત કાકાએ યુવતી સાથે જબરજસ્‍તીથી બળાત્‍કાર કરેલો ત્‍યારે ઘરમાં કોઈને જાણ નહી કરવાની ધમકી આપી હતી અને કહીશ તો પરિવારના સભ્‍યોને મારી નાખીશ. આ નરાધમ પરિણિત કાકોયુવતીની એકલતાનો લાભ લઈને વારંવાર મરજી વિરૂધ્‍ધ બળાત્‍કાર કરતો રહ્યો હતો. અંતે કંટાળી જતા યુવતિએ હિંમત કરીને તેની માતાને જાણ કરી હતી. ત્‍યાર બાદ કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીનું મેડિકલ ટેસ્‍ટ કરાવી નિવેદન નોંધી બળાત્‍કાર કરનાર આરોપી હવસખોર કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્‍ય માટે ઉમેદવારોની પડાપડી

vartmanpravah

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

vartmanpravah

વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં તા.14 અને 15 ના રોજ વાર્ષિકોત્‍સવ ધામધૂમથી ઉજવાશે

vartmanpravah

Leave a Comment