October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના 70મા મુક્‍તિ દિવસની આનંદ અને ઉત્‍સાહથી કરાયેલી ઉજવણી

જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ તિરંગો લહેરાવી ઝીલેલી સલામી

દાનહએ મેળવેલી શિક્ષણ ક્ષેત્રેની અદ્‌ભૂત સિદ્ધીનો જિલ્લા કલેક્‍ટરે કરેલો ઉલ્લેખઃ પ્રધાનમંત્રીશ્રીના કરકમળોથી નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ તથા ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ પેરામેડિકલ સાયન્‍સ અને નેશનલ લૉ યુનવર્સિટી સેલવાસ કેમ્‍પસની મળેલી ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસના કલેક્‍ટરાલયના પરિસરમાં દાદરા નગર હવેલીના 70મા મુક્‍તિ દિવસની ઉજવણી એક સાદગીભરેલા કાર્યક્રમમાં આનંદ અને ઉત્‍સાહથી કરવામાં આવી હતી.
દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ તિરંગો લહેરાવી પોલીસ, આઈ.આર.બી.ના જવાનો, પોલીસ બેન્‍ડ, ફાયરબ્રિગેડ દળ, હોમગાર્ડ, એન.સી.સી. કેડેટ્‍સની સલામી ઝીલી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આપણાં પ્રદેશમાં અલગ અલગ ધર્મ, પ્રદેશ અને અલગ અલગ વિચાર તથા માન્‍યતાવાળા લોકો રહેતા હોવા છતાં પણ હંમેશા આપણી એકતા અને આપસી ભાઈચારો બેનમૂન રહ્યા છે. તેમણે દાદરા નગર હવેલીએ શિક્ષણ ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધીનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતુંકે, તાજેતરમાં આપણાં પ્રદેશને પ્રધાનમંત્રીશ્રીના કરકમળો દ્વારા નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ તથા ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ પેરામેડિકલ સાયન્‍સ અને નેશનલ લૉ યુનવર્સિટી સેલવાસ કેમ્‍પસની ભેટ મળી છે. તેમણે ભારતીય રેડ ક્રોસ સોસાયટીની દાદરા નગર હવેલી શાખાને સૌથી વધુ રક્‍ત યુનિટ એકત્રિત કરવા માટે ભારતના રાષ્‍ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ પુરસ્‍કાર સન્‍માનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ફાઈનાન્‍સ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશન દ્વારા 217.40 લાખ રૂપિયાના વિતરિત કરાયેલા ઋણની પણ નોંધ લીધી હતી. તેમણે ગાય યોજનાના લાભાર્થીઓએ 150 ગીર ગાયોની ખરીદી કરી અને વર્ષ દરમિયાન દૂધના ઉત્‍પાદન દ્વારા લગભગ 6 લાખ લીટર દૂધના કરેલા ઉત્‍પાદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં શિક્ષણના ક્ષેત્રમાં માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિદ્યાલયો માટે 164 રેગ્‍યુલર શિક્ષકોની નિયુક્‍તિ કરવામાં આવી છે. આ ઉપરાંત સેલવાસ સ્‍માર્ટ સીટી ઈ-બસ દાદરા નગર હવેલીના 72 ગામો અને દમણના 17 ગામોમાં સેવાઓ પ્રદાન કરી રહી હોવાની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ પ્રદેશમાં પોલીસ અધિક્ષકના નેતૃત્‍વમાં પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે આયોજીતકોમ્‍પ્‍યુટર સાક્ષરતા પ્રશિક્ષણમાં સો ટકા લક્ષ પ્રાપ્ત કર્યું છે જેના માટે પોલીસ વિભાગનું નામ વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયું છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ‘વન નેશન વન રાશન કાર્ડ’ લોન્‍ચ કરવાવાળો પહેલો સંઘપ્રદેશ હોવાની પણ માહિતી આપી હતી.
શ્રીમની ભાનુ પ્રભાએ સમય સમય ઉપર પ્રશાસનને જન પ્રતિનિધિઓના મળી રહેલા સમર્થન બદલ પણ આભાર પ્રગટ કર્યો હતો અને તેમણે તાજેતરમાં થયેલ ભારે વરસાદના કારણે પ્રભાવિત થયેલા વિસ્‍તારોમાં જન પ્રતિનિધિઓ, યુવા મંડળો, એન.ડી.આર.એફ. અને કોસ્‍ટગાર્ડની ટીમે કરેલી મહેનતની પણ સરાહના કરી હતી. તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, ભવિષ્‍યમાં પણ પ્રશાસનને દરેકનો સહયોગ અને સમર્થન મળતું રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ જે. કુરાડા, સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રીમતી રજનીબેન ગોવિંદા શેટ્ટી, સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી કિશનસિંહ પરમાર, કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો, પંચાયતના સરપંચો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, પોલીસ અધિક્ષક શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, વન સંરક્ષક શ્રી પ્રશાંત રાજગોપાલ, ઉપ વન સંરક્ષક શ્રી થોમસ વર્ગિસ અને શ્રી રાજતિલક એસ., ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ(સેલવાસ), આર.ડી.સી. શ્રી પ્રિયાંક કિશોર, જિલ્લા પંચાયતનામુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા, સમાજ કલ્‍યાણ વિભાગના ઉપ સચિવ શ્રી મનોજ કુમાર પાંડેય તથા ડેપ્‍યુટી કલેક્‍ટર(જનરલ) શ્રી અમિત કુમાર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય પ્રવાસન અને સંસ્‍કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

vartmanpravah

ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્‍પર્ધામાં જિલ્લામાં પ્રથમ

vartmanpravah

Leave a Comment