Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 20
દમણ જિલ્લાની આજે તમામ ગ્રામ પંચાયતોએ પોતાના વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવા તથા પોતાની પંચાયતને ઓપન ડેફેકેશન ફ્રી(ઓડીએફ) મુક્‍ત કરવા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
દમણવાડા ગ્રામપંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત આજે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક ઉપર પ્રતિબંધ અને દરેક ગામોમાં ખુલ્લામાં કુદરતી હાજતે જવામાંથી છૂટકારા બાબતે પણ પ્રસ્‍તાવ પસાર કરવામાં આવ્‍યો હતો. દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતને તમાકુ અને ગુટખા મુક્‍ત કરવા લીધેલા સંકલ્‍પને દોહરાવી ફરી તેને ચુસ્‍ત રીતે લોકો પાસે પાલન કરાવવાનો પણ નિર્ધાર વ્‍યક્‍ત કરાયો હતો.
આ બેઠકમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, શ્રી વિષ્‍ણુ બાબુ, સેક્રેટરી શ્રી નિખિલ મીટના સહિત સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બીજા દિવસે પણગેરકાયદેસર દબાણો દુર કરાયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

vartmanpravah

પરીક્ષાનાં તણાવમાંથી મુક્‍તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરીઃ અશ્વિન ટંડેલ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment