September 12, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

તમામ ગ્રામ પંચાયતોએ પસાર કરેલો પ્રસ્‍તાવઃ ઓપન ડેફેકેશન ફ્રી(ઓડીએફ) બાબતે પણ પસાર કરાયો ઠરાવ
(વર્તમાન

પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 20
દમણ જિલ્લાની આજે તમામ ગ્રામ પંચાયતોએ પોતાના વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવા તથા પોતાની પંચાયતને ઓપન ડેફેકેશન ફ્રી(ઓડીએફ) મુક્‍ત કરવા સ

 

ર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
ઘેલવાડ

 

ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષી જીજ્ઞેશભાઈ પટેલના નેતૃત્‍વમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત આજે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકઉપર પ્રતિબંધ અને દરેક ગામોમાં ખુલ્લામાં કુદરતી હાજતે નહીં જાય તેની તકેદારી માટે પણ પ્રસ્‍તાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
આ બેઠકમાં સરપંચ શ્રીમતી હિતાક્ષી જીજ્ઞેશ પટેલ, સેક્રેટરી શ્રી આનંદ પંચાલ સહિત સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
મગરવાડા ખાતે સરપંચ શ્રીમતી લખીબેન પેમા પટેલ, સેક્રેટરી શ્રીમતી અંકિતા પટેલ તથા સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
પરિયારી ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલના નેતૃત્‍વમાં ઠરાવ પસાર કરાયો હતો.
પટલારા ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં પ્‍લાસ્‍ટિક પ્રતિબંધ સહિતના પ્રસ્‍તાવ ઉપર મહોર મારવામાં આવી હતી.
કચીગામ ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધ અને પંચાયતને ઓડીએફ કરવા ઠરાવ પસાર કરાયો હતો.

Related posts

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

Leave a Comment