September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 25 નવે.થી 10 ડિસે. સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લામાં તા.25 નવેમ્‍બર (મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી દિવસ) થી તા.10 ડિસેમ્‍બર (માનવ અધિકાર દિવસ) એમ કુલ 16 દિવસ સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી” કરવામાં આવશે. જે મુજબ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો સાથે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી કરવામાં આવશે. (1)ઘરેલું હિંસા સેમિનાર 2005, (2) મહિલા હેલ્‍પલાઇન 112, 181, ચાઇલ્‍ડ લાઇન 1098 પ્રચાર પ્રસાર કાર્યક્રમ, (3) બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006 જાગૃતિ કાર્યક્રમ, (4) સાયબર સેફટી અંગે જાગૃતતા સેમિનાર, (5) પોકસો એક્‍ટ 2012 કાર્યક્રમ, (6) કામકાજના સ્‍થળે મહિલાઓની થતી જાતિય સતામણી અધિનિયમ 2013 કાર્યક્રમ (7) બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ, (8) જાતિગત સંવેદનશીલતા અંગે જાગૃતતા કાર્યક્રમ, (9) ભારતીય ન્‍યાય સંહિતા 2023 અને ખાસ અધિકાર અંગે કાર્યક્રમની ઉજવણી થશે.
મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ, પોલીસ વિભાગ વલસાડ, ડિસ્‍ટ્રિક્‍ટ લિગલ ઓથોરીટી, બાળ સુરક્ષા એકમ વલસાડ, ‘‘સખી” વન સ્‍ટોપ સેન્‍ટર વલસાડના સ્‍ટાફ, પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર વલસાડના સ્‍ટાફ, 181 મહિલા અભયમ હેલ્‍પલાઈનના સ્‍ટાફ, ડિસ્‍ટ્રિક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વીમેનના સ્‍ટાફ, શાળા/ કોલેજના શિક્ષકગણ તેમજ શાળા/કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, મહિલા કલ્‍યાણ કેન્‍દ્રો, બિન સરકારી સંસ્‍થાઓ સહભાગી થશે એવુ અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

વાપી વિસ્‍તારમાં પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી સ્‍કૂલ વાહનોને પણ આવરી લેવાની માંગ

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ’: ફળશ્રુતિરૂપ વિદ્યાસેતુ છાત્રાલય ગુંદીયા ધરમપુરના અંતરીયાળ વિસ્‍તારમાં શિક્ષણની જ્‍યોત જગાવતા શિક્ષકો પરેશભાઈ અને મયુરભાઈ

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા પ્રાથમિક સ્‍કૂલમાં પડતર માંગણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું

vartmanpravah

Leave a Comment