Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા પ્રાથમિક સ્‍કૂલમાં પડતર માંગણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું

કાર્યક્રમમાં 200 થી વધુ શિક્ષકો જોડાયા,
ત્રણ મુદ્દા સમાધાન મુજબ નિકાલ કરવાની માંગણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: ગુજરાત રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘ અને વલસાડ જિલ્લા પ્રાથમિકશિક્ષક સંઘ આયોજિત તારીખ 16-09-2023 શનિવારના રોજ સરકાર જગાડો કાર્યક્રમ અંતર્ગત નાનાપોંઢા પ્રાથમિક શાળા ગેટની બહાર કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ થાળી વગાડી અને મીણબત્તી સળગાવી જુની પેન્‍શન બાબતે અને એન.પી.એસ.ના 10 ટકાની જગ્‍યાએ 14 ટકા કરવા અને 45 થી વધુ વર્ષના કર્મચારીને ખાતાકીય પરીક્ષા નહીં આપી ઉચ્‍ચત્તર કેશના ડોર ટુ ડોર નિકાલ કરવા એવા ત્રણ મુદ્દાઓની સરકાર સાથે સમાધાન કરવામાં આવેલું હતું. પરંતુ અત્‍યાર સુધી સરકારે ત્રણ મુદ્દાનું સમાધાન મુજબ નિકાલ કરવામાં આવેલ નથી. જેથી સરકાર જગાડો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં કપરાડાના 200 થી વધુ શિક્ષક જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ હરિફાઈ અને પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment