October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા JEEMainના વિદ્યાર્થીઓ માટે Target 99 Percentile પ્રોગ્રામ

સમગ્ર દેશની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે

સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પ્રોગ્રામ ચલાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ, તા.22: વર્તમાન સમયમાં સમાજની અંદર અભ્યાસનું મહત્વ ખુબ વધતું જાય છે, અને એમાં પણ ધોરણ 12 સાયન્સમાં બાળક હોયતો બાળક તથા તેમના મા-બાપ પણ પરીક્ષાને લઈને સતત તણાવમાં રહેતા હોય છે. જેના લીધે છેલ્લી ઘડીએ બાળકો હિંમત હારી જાય છે અને પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકતા નથી. સમાજના આવા જ સર્વે ભાઈઓ તથા બહેનોને ધ્યાનમાં રાખીને હરહંમેશ સેવાર્થે અગ્રેસર રહેતું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આ વખતે પણ ધોરણ 12th સાયન્સના A ગ્રુપના વિદ્યાર્થીઓ કે જેઓ 2024ની જાન્યુઆરી JEE Mainની એટલે કે ‘First Attempt’ની તૈયારી કરતાં હોય તેમના માટે Target 99Percentile નામનો એક રેન્ક બુસ્ટર પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે. સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આ પ્રોગ્રામ સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ચલાવવામાં આવશે.
રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે Target 99 Percentile કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશના શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા કે જેમની કોર ટીમમાં પ્રો. સુનિલ શર્મા ( Mentor of AIR 2 , 11 , 24 ), પ્રો. અંકિત અગ્રવાલ (B.Tech IIT Delhi, Gold Medalist, President Medal Awardee, Worked Along With Super 30 Programme), પ્રો. મોહરસિંઘ (B.Tech IIT, Roorkee – Mentor of AIR 10, 100 PR ), પ્રો. સુનિલ રાણા ( Indian Statistical Institute – Banglore&Leiden University- Norway)દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમ હેઠળ કોર ટીમ દ્વારા તૈયાર કરાયેલ 45 દિવસના સચોટ રિવિઝન પ્લાન કે જેમાં 45 દિવસનું Daywise પ્લાનિંગ કે જેમાં લેક્ચર, પ્રેક્ટિસ ક્લાસ, ટેસ્ટ સિરીઝ, હોમ વર્ક ટ્રેકિંગની સાથે માતા-પિતાને નિયમિત Follow-up આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરીને તેમની પસંદગી કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. 70699 29295 પર સંપર્ક કરવો.
—-

Related posts

વાપી વીજ કંપનીના સ્‍ટોરમાંથી ચોરી કરેલા 3 ટ્રાન્‍સફોર્મર ટેમ્‍પોમાં ધરમપુર બરૂમાળ ચોકડીથી ઝડપાયા

vartmanpravah

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે હવે ગણાતા દિવસો : ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

Leave a Comment