(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.22: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા દિવસોથી સિંહના ટોળાએ ધામા નાખ્યા છે ત્યારે ગત રાત્રીના સિંહનુ ટોળું ડાંગરવાડીથી દીવના ઝોલાવાડી ખાતે આવી ચડ્યું હતું અને પશુનો શિકાર કરતા બીજા ગાય અને બળદ આવી જતા ત્યાંથી નાશી છુટયા હોય તેવું જોવા મળી રહ્યું છે, સિંહના ટોળાના ધામાથી લોકોમાં ભય માહોલ જોવા મળી રહ્યો છે.
