(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15
વાપી રેલવે સ્ટેશન (પヘમિ)માંદમણના ટેક્ષી ચાલકો ટેક્ષી પાર્કિંગ કરતા રહેલા છે પરંતુ સોમવારે સ્ટેશન માસ્ટર દ્વારા પાર્કિંગ નહી કરવાની સુચના અપાતા મામલો ઉગ્ર અને બાદમાં સમાધાન સુધી પહોંચ્યો હતો.
દમણ ટુરિસ્ટ સ્પોટ હોવાથી વર્ષોથી દમણ આર.ટી.ઓ.ની પરમીટ ધારક ટેક્ષીઓ દમણ-વાપી વચ્ચે દોડી રહી છે. આ ટેક્ષીઓ મોટા ભાગે સ્ટેશને પヘમિ તરફની જગ્યાએ પાર્કિંગ થતી હતી પરંતુ સોમવારે સ્ટેશન માસ્ટરે પાર્કિંગ કરવાની ના પાડી દેતા મામલો ગરમાયો હતો. પ્રથમ ઉગ્ર સ્વરૂપે અને બાદમાં સમાધાન કરવાના રસ્તે મામલો પહોંચ્યો હતો. આ બાબતે દમણ ટેક્ષી એસોસિએશન સ્ટેશન માસ્ટરની મુલાકાત લઈ સમાધાનનો રસ્તો કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. જેમાં સ્ટે. માસ્ટરે જણાવેલું કે, સ્ટેશન પરિસરમાં 8 ટેક્ષીને જ પરવાનગી આપી છે જે યાત્રીઓને પીક અપ અને ડ્રોપ કરીને નિકળી જશે. હવેથી પાર્કિંગ ક્યાં કરવું તે ટેક્ષી ચાલકની જવાબદારી છે. જેમાં ઝંડાચોક, એસ.ટી. ડેપો, વાપી ઈસ્ટ ઝોન જેવા પોઈન્ટ ફાળવાયેલ છે. આ મામલે ટેક્ષી ચાલકોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે રેલવે વિભાગે પાર્કિંગનો નવો કોન્ટ્રાક્ટ આપ્યો છે જેને ફાયદો પહોંચાડવા આ નિર્ણય લીધે છે. પાછળથી ટેક્ષી એસોસિએશને સ્ટેશને સમાધાનની તજવીજ હાથ ધરી હતી.
Previous post