October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીની વિજય મર્ચન્‍ટ ટ્રોફી ટુર્નામેન્‍ટમાં પસંદગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: BCCI દ્વારા મધ્‍યપ્રદેશના ગ્‍વાલિયરમાં આગામી દિવસોમાં યોજાનાર વિજય મર્ચન્‍ટ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત, શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ સ્‍કૂલ સલવાવ ધોરણ 10 નો વિદ્યાર્થી અરમાન હુલ્લાશ જાંગીડની પસંદગી થતા સમગ્ર વલસાડ જિલ્લા સાથે રાજ્‍યનું ગૌરવ વધવા પામ્‍યું છે.
શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ સ્‍કૂલ સલવાવમાં અભ્‍યાસ કરતો અરમાન જાંગીડ બાળપણથી જ ક્રિકેટમાં શોખ ધરાવે છે. તે 6 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમે છે. વીતેલા સમયમાં અરમાન જાંગીડ આ વર્ષ 2024 ના રિલાયન્‍સ G1 U-16 ટુર્નામેન્‍ટમાં 5 ઈંનિગમાં 354 રન ફટકારી ગુજરાતનો સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી તરીકે સ્‍થાન મેળવ્‍યું હતું. ટુર્નામેન્‍ટમાં તેનો સર્વાધિક સ્‍કોર બરોડા સામેની મેચમાં એક ઈનિંગનો 201 નોટ આઉટ રહ્યો હતો. તે પછી તેની વિજય મર્ચન્‍ટ ટ્રોફીની ડોમેસ્‍ટિક ટુર્નામેન્‍ટ માટે પસંદગી થયેલ છે. અને તે થકી હવે BCCI દ્વારા મધ્‍યપ્રદેશના ગ્‍વાલિયરમાં યોજાનારી વિજય મર્ચન્‍ટ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી પામતાસમગ્ર શાળા સંસ્‍થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેને આ સિદ્ધિ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો, એકેડેમિક ડાયરેક્‍ટર ડોક્‍ટર શૈલેષ લુહાર, એડમીન શ્રી હિતેન ઉપાધ્‍યાય, શાળાના આચાર્ય શ્રીમતી મીનલ દેસાઈ તેમજ શાળાના શિક્ષકોએ ખૂબ ખૂબ અભિનંદનᅠપાઠવ્‍યાᅠહતા.

Related posts

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

ચીન અને દુનિયામાં વધી રહેલ કોવિડ-19ના રોગીઓને લઈ દાનહ અને દમણ દીવનું આરોગ્‍ય વિભાગ સતર્કઃ આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે વિભાગના અધિકારીઓ સાથે કરેલું ચિંતન-મનન

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

vartmanpravah

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્‍યો

vartmanpravah

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

Leave a Comment