(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના કુકેરી ગામે સુરખાઈ-અનાવલ માર્ગ ઉપર સવારે સાડા છ વાગ્યાની આસપાસ એક મહાકાય વૃક્ષ ધરાશયી બાદ થોડા સમયના અંતરે બીજા બે વૃક્ષો ધરાશયી થતા માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. સામાજિક વનીકરણ અને માર્ગ મકાનના બેદરકારી ભર્યા કારભાર વચ્ચે બનાવના આઠ કલાકે પણ વૃક્ષો માર્ગ પરથી ન ખસેડાતા વાહન વ્યવહાર પૂર્વવત થયો ન હતો. આ સ્થળે હનુમાનજીના મંદિર પાસે વળાંકમાં ઝાડો જુના અને મોટા હોવા સાથે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોવાથી આ વૃક્ષો દૂર કરવા માટે સ્થાનિક હિતેશભાઈ દરબાર દ્વારા સામાજિક વનીકરણમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આજે વૃક્ષો ધરાશયી થતા તેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? આ બનાવ બાદ પણ સામાજિક વનીકરણના જવાબદારોની આંખ ઉધડશે ખરી કે તે જોવું રહ્યું.