(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: BCCI દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આગામી દિવસોમાં યોજાનાર વિજય મર્ચન્ટ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત, શ્રી સ્વામિનારાયણ સી.બી.એસ.ઈ સ્કૂલ સલવાવ ધોરણ 10 નો વિદ્યાર્થી અરમાન હુલ્લાશ જાંગીડની પસંદગી થતા સમગ્ર વલસાડ જિલ્લા સાથે રાજ્યનું ગૌરવ વધવા પામ્યું છે.
શ્રી સ્વામિનારાયણ સી.બી.એસ.ઈ સ્કૂલ સલવાવમાં અભ્યાસ કરતો અરમાન જાંગીડ બાળપણથી જ ક્રિકેટમાં શોખ ધરાવે છે. તે 6 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમે છે. વીતેલા સમયમાં અરમાન જાંગીડ આ વર્ષ 2024 ના રિલાયન્સ G1 U-16 ટુર્નામેન્ટમાં 5 ઈંનિગમાં 354 રન ફટકારી ગુજરાતનો સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું હતું. ટુર્નામેન્ટમાં તેનો સર્વાધિક સ્કોર બરોડા સામેની મેચમાં એક ઈનિંગનો 201 નોટ આઉટ રહ્યો હતો. તે પછી તેની વિજય મર્ચન્ટ ટ્રોફીની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે પસંદગી થયેલ છે. અને તે થકી હવે BCCI દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાનારી વિજય મર્ચન્ટ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી પામતાસમગ્ર શાળા સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેને આ સિદ્ધિ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, ટ્રસ્ટી મંડળના સભ્યો, એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર, એડમીન શ્રી હિતેન ઉપાધ્યાય, શાળાના આચાર્ય શ્રીમતી મીનલ દેસાઈ તેમજ શાળાના શિક્ષકોએ ખૂબ ખૂબ અભિનંદનᅠપાઠવ્યાᅠહતા.
