Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

ચીખલી તાલુકામાં દીપડા દેખાવાના બનાવોમાં ઉતરોતર વધારો: રાનકુવામાંથી દીપડો પાંજરે પુરાયો તો ઘેજમાં દીપડાએ વાછરડીને ફાડી ખાધી જ્‍યારે ખુડવેલમાં જાહેરમાં લટાર મારતો દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.25: તાલુકામાં ચોમાસાની વિદાય સાથે શેરડીની કાપણી શરૂ થતાની સાથે જ ગામેગામ દીપડાઓની અવરજવર વધી જવા પામી છે અને હાલે ખેતીવાડીમાં પણ કામગીરી વધવા સાથે લગ્નની, રાત્રી ક્રિકેટ મેચની પણ સિઝન હોય દીપડાઓની જાહેરમાં અવરજવરથી લોકોની મુશ્‍કેલી વધી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ વન વિભાગનીચીખલી રેન્‍જ દ્વારા રાનકુવા ગામના મસ્‍જિદ ફળીયા વિસ્‍તારમાં થોડા દિવસ પૂર્વે શિરીષ અંબેલાલ દેસાઇની વાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્‍યું હતું. જેમાં આજે વહેલી સવારના સમયે આશરે 5-વર્ષનો દીપડો પુરાતા દીપડાને જોવા સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં એકત્ર થયા હતા. વન વિભાગ દ્વારા દીપડાનો કબ્‍જો લઈ વેટરનીટી તબીબ પાસે તપાસ કરાવાતા સ્‍વસ્‍થ હોવાનું જણાતા દીપડાને સુરક્ષિત રીતે સ્‍થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ દરમ્‍યાન ઘેજ ગામના ભરડાના ભગત ફળીયામાં દિલીપભાઈ મગનભાઈ પટેલના ઘરના કોઢારામાં રાત્રીના બારેક વાગ્‍યાના અરસામાં દીપડો ધસી આવતા પશુઓની હિલચાલ વધી જતાં પરિવારજનોએ જાગીને કોઢારામાં જોતા એક સાત મહિનાની વાછરડી ગાયબ હતી. રાત્રે આજુબાજુમાં શોધખોળ કરતા ભાળ મળી ન હતી. પરંતુ આજે સવારે તેમના ઘરથી થોડે દુર રવજી છોટુભાઈની વાડીમાંથી વાછરડીના કેટલાક અંગો મળી આવ્‍યા હતા. આમ દીપડાએ વાછરડી ફાડી ખાધી હોવાની વાત વાયુવેગે ફેલાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્‍યો છે. આ અંગેની જાણ ગામના સરપંચ રાકેશભાઈ દ્વારા કરાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત તાલુકાના ખૂડવેલ ગામના ખલીફા ફળીયા વિસ્‍તારમાં ગતરાત્રે દિપડો જાહેરમાં લટાર મારતો જોવા મળતા સ્‍થાનિકોની મુશ્‍કેલી વધવા પામી છે. આ રીતે જાહેરમાં લટાર મારતા દીપડાનો વિડીયો પણ સ્‍થાનિકો દ્વારા ઉતારવામાં આવ્‍યો હતો. શેરડીના ખેતરો, આંબા-ચીકુની વાડીઓ અને પાણી ઉપલબ્‍ધ હોય તેવા નદી કોતરના વિસ્‍તાર નજીક દીપડાઓ મોટેભાગે વસવાટ કરતા હોય છે અને ખોરાક ન મળે તો દિવસ દરમિયાન 15 થી 20 કિલોમીટર સુધી ચાલતા હોય છે. જોકે બચ્‍ચા સાથેની દીપડી હોય તો તે એક કિલોમીટરથી વધુ ન ચાલતી હોવાનું જાણવા મળ્‍યું હતું. તેવામાં દીપડાઓ એક ગામથી બીજા ગામ એક વિસ્‍તારમાંથી બીજા વિસ્‍તારમાં વિચરણ કરતા રહેતા હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે લોકો સાવચેતી દાખવે તે જરૂરી છે.

ચીખલી તાલુકાના પ ગામોમાં પાંજરા મુકાયા
ચીખલી તાલુકામાં રાનકુવા ઉપરાંત ઘેજ, ખુડવેલમાં દીપડાની જાહેરમાં અવર જવર સાથે વન વિભાગ દ્વારા હાલે ખરોલી, બોડવાંક, મજીગામ, ગોડથલ, તોરણવેરા સહિતના ગામોમાં પણ ફરિયાદ મળતા પાંજરા ગોઠવવામાં આવ્‍યાં હતા.

Related posts

ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્‍ટનો કરાવેલો શુભારંભ

vartmanpravah

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

નાની દમણના મરવડ ખાતે હોસ્‍પિટલના નિર્માણમાં કાર્યરત કામદારો સાથે જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ સચિવે આરોગેલો શ્રમયોગી પ્રસાદ

vartmanpravah

Leave a Comment