તપાસમાં અંભેટીમાં રહેતા માટી માફીયા દિપેશ આહિર અને સુભાષ આહિરના જેસીબી નિકળ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વલસાડ જિલ્લામાં રેતી અને માટીની ભુમાફિયા દ્વારા લાખો રૂપિયાની ચોરીના રેકેડ ચાલી રહ્યા છે. તેવી હકિકતો ફરી ઉજાગર થવા પામી છે. વાપી નજીક મોટાપોંઢામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરતા માટી ખનન કરી રહેલા રૂા.25 લાખની કિંમતના બે જેસીબી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વલસાડમાં દરિયા કિનારાની રેતી કે ગ્રામ્ય વિસ્તારમાંથી રોયલ્ટી ભર્યા સિવાય માટી રેતી માફીયા બેફામ કરોડો રૂપિયાની રેતી માટીનો ગેરકાયદે વેપલો કરી રહ્યા છે તેવી હકિકત વધુ એકવારપ્રકાશમાં આવી છે. મોટાપોંઢામાં ખાણ-ખનિજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. અચાનક ચેકીંગ કરવા નિકળેલી ખાણ-ખનિજ ખાતાના અધિકારીઓની ટીમે મોટાપોંઢામાં માટી ખનન કરી રહેલા બે જેસીબી રંગે હાથ ઝડપી પાડયા હતા. રૂા.25 લાખની કિંમતના જેસીબી કબજે કર્યા હતા. વધુ તપાસમાં આ બન્ને જેસીબી મોટાપોંઢામાં રહેતા દિનેશ આહિર અને સુભાષના હોવાનું બહાર આવ્યું હતું. ખાણ-ખનિજ વિભાગે અગાઉ કાકડકોપરમાં કાર્યવાહી કરી હતી ત્યારે થોડા સમય માટે રેતી ખનન બંધ રહ્યું હતું. બાદ ફરી ગેરકાયદે ખનન ચાલું થઈ ગયું હતું. જે આ ઘટના પુરવાર કરે છે.