October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

નીચું પરિણામ અને ઓછી સંખ્‍યા ધરાવતી શાળાઓને આવનારી બોર્ડની પરીક્ષા માટે માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની સરકારી શાળાઓની શૈક્ષણિક ગુણવત્તાયુક્‍ત પ્રગતિ થાય તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલની અધ્‍યક્ષતામાં ધરમપુરના જામલીયા ખાતે આવેલી સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા ખાતે ‘સમર્થ શિક્ષણ સંમેલન’ યોજાયું હતું.
શિક્ષણ નિરીક્ષક ડૉ. બિપીનભાઈ પટેલે સંમેલન અંગેનો હેતુ સ્‍પષ્ટ કર્યો. ત્‍યારબાદ ગત માર્ચ-2024 બોર્ડની પરીક્ષામાં અને તાજેતરની પ્રથમ સત્રાંતપરીક્ષામાં 50%થી નીચું પરિણામ મેળવેલ શાળાઓએ પરિણામ અંગેનાં રીવ્‍યૂ રજૂ કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ દ્વારા તમામ સરકારી શિક્ષકોને શિક્ષકના કર્તવ્‍ય પરત્‍વે આંતરિક ચેતના ઢંઢોળતું ઉદ્‌બોધન આપ્‍યું હતું. નીચું પરિણામ અને ઓછી સંખ્‍યા ધરાવતી શાળાઓને યોગ્‍ય માર્ગદર્શન આપી આવનારી બોર્ડની પરીક્ષા માટે આયોજન સાથે કામ કરવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. શિક્ષણ સેમિનારમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી વર્ગ-2 આચાર્યો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, સરકારી શાળાના શિક્ષકો, જ્ઞાન સહાયકો હાજર રહ્યા હતા. જિલ્લાની કુલ 40 સરકારી શાળાઓના કુલ 180 જેટલા શિક્ષકો માટેના આ સંમેલનમાં ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના આચાર્ય વિમલભાઈ પટેલે સ્‍વાગત કરી સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

વાપી ન્‍યાયાલય પરિસરમાં કેન્‍ટીન અને પાર્કીંગ પોલીસ બુથ જેવી સેવાઓનો પ્રારંભ

vartmanpravah

વિશાખાપટ્ટનમમાં યોજાયેલ નેશનલ એથ્‍લેટિક્‍સમાં ચીખલીના કણભાઈ ગામના એસ.ટી. કર્મચારી અતિશ પટેલે ગોલ્‍ડ મેડલ મેળવતા ગ્રામજનો દ્વારા કરાયેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment