(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: સુરત એસટી નિગમમાં ફરજ બજાવતા અને તાલુકાના કણભઈ ગામના દેસાઈ ફળીયામાં રહેતા આતીશકુમાર રવુભાઈ પટેલ એથ્લેટીક્સમાં દોડમાં રાજ્ય કક્ષાએ ચેમ્પિયન થતા તેમની ગુજરાતમાંથી નેશનલ કક્ષાની એથ્લેટીક્સમાં પસંદગી થઈ હતી. વિશાખાપટ્ટનમમાં યોજાયેલ નેશનલ એથ્લેટીક્સમાં 1500-મીટરની દોડમાં આતીશ પટેલે ગુજરાતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જેને લઈને સુરત એસટી વિભાગ અને ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીક્સમાં ડંકો વગાડનાર આતીશ પટેલ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ વતન કણભાઈ આવતા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માનઆપી ઢોલ-નગારા સાથે રેલી યોજવામાં આવી હતી.
એસટી નિગમના સુરત વિભાગના નિયામક ગુર્જર ટીમ મેનેજર દવે ઉપરાંત મનોજ ચાસિયા, સંજય પટેલ, હેમંતભાઈ સહિતનાઓએ પણ એસટીના સુરત વિભાગનું ગૌરવ વધારવા બદલ આતીશ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
