પક્ષકારો-વકીલોને લાંબા સમયથી પડી રહેલી તકલીફોનો અંત આવશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29
વાપી ન્યાયાલયમાં આજે સોમવારે વિવિધ સેવાઓનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ જિલ્લાની સૌથી વધુ વ્યસ્ત વાપી ન્યાયાલય છે તેથી કેન્ટીન, પાર્કીંગ જેવી સુવિધાઓની પક્ષકારો અને વકીલો દ્વારા માંગણી હતી તેથી આવી સુવિધાઓ આજે કાર્યવિંદ ડીસ્ટ્રીક જજશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવી હતી.
વાપી ન્યાયાલય વલસાડ જિલ્લાની સૌથી વ્યસ્ત કોર્ટ છે. અહીં સેસન્સ કોર્ટ કાર્યરત થયા બાદ પારડી, વાપી અને ઉમરગામ તાલુકાના કેસોની સુનાવણી આ કોર્ટમાં થાય છે. કોર્ટ પરિસરમાં પક્ષકારો અને વકીલો માટે પાર્કીંગ, કેન્ટીન જેવી સુવિધા હતી નહી તેથી આજે યોજાયેલ કાર્યક્રમમાં ડીસ્ટ્રીક જજશ્રી એન.કે. દવેના હસ્તે વિવિધ સેવાઓનુંઉદ્દઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં ક્યારેક જાહેર સલામતિ માટે એક પોલીસ બુથની પણ સેવાની જરૂરીયાત હતી. આ સેવા પણ ઉપલબ્ધ થઈ છે. જિલ્લા કાનૂની સેવા મંડળ અને વાપી બાર એસોસિએશનના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો.