September 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં મતદાર યાદી સુધારણા જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

બાળ ચિત્રકારોએ મતદાન પૂર્વ મતદાર યાદીમાં નામ ચકાસવું શા માટે જરૂરી અને વોટર યાદીમાં ભુલ હોય તો શું કરવું તેનો સંદેશ ચિત્ર દ્વારા આપ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી તાલુકાના સલવાવ ગામ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચિત્રસ્‍પર્ધાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં ચિત્રકલાના શિક્ષક દિવ્‍યેશ ભંડારી દ્વારા કરવામાં આવ્‍યું હતું.
કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકાર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા – 2024 માટે નાગરિકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્‍યને લઈ વિવિધ કાર્યક્રમો કરવાનું સૂચન દરેક શાળાઓમાં કરવામાં આવ્‍યું હોય જેને અનુલક્ષીને ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધામાં ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લઈ મતદાર યાદી સુધારણાના સરસ ચિત્રો બનાવ્‍યા હતા. જેમાં ‘‘દીકરી દીકરો જ્‍યારે પૂરા કરે અઢાર, આપો જીવનભરની ભેટ બનાવો તેમને મતદાર” જેવા સૂત્રોવાળા ચિત્રો બનાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. ચિત્ર સ્‍પર્ધામાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રથમ ક્રમાંક ધો.8ની વિદ્યાર્થિની પૂર્વા એમ બાહલીવાલા, દ્વિતીય ક્રમાંક ધો.8નો વિદ્યાર્થી અંશ એન પટેલ અને તૃતીય ક્રમાંક ધો.9ની વિદ્યાર્થિની દિયા એમ. પટેલે પ્રાપ્ત કરતા સ્‍પર્ધામાં વિજેતા થયેલા સર્વે વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, તમામ ટ્રસ્‍ટી ગણો, કેમ્‍પસ એકેડેમિક ડિરેક્‍ટર ડૉ.શૈલેષ લુહાર, એડમીન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય,આચાર્ય ચંદ્રવદન પટેલ તથા તમામ શિક્ષકગણોએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વાપી રિવર સાઈડ દ્વારા ‘રંગીન વિચારો’ ચિત્ર સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

સાદકપોરમાં મારૂતિ વાન અને મોપેવડ વચ્‍ચે અકસ્‍માતઃ એકનું ઘટના સ્‍થળે જ મોત, એક ઘાયલ

vartmanpravah

દાનહ નરોલીનું ગૌરવ

vartmanpravah

દાનહના ઊંડાણના વિસ્‍તારોમાંથી દરરોજ રોજીરોટી માટે સેલવાસ આવતા રોકડિયા મજૂરોની યુવા નેતા સની ભીમરાએ સાંભળેલી વ્‍યથા

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

Leave a Comment