July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રૂ. 3.62 કરોડનાં ખર્ચે અંડરગ્રાઉન્‍ડ એચ.ટી. લાઈનની કામગીરી શરૂ કરાઈ

આવનાર સમયમાં સ્‍થાનિકોને નિયમિત ગુણવતા સભર વીજ પુરવઠો મળવા સાથે મોટી રાહત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.26: ચીખલી પંથક તેમજ આસપાસના થાલા, ખૂંધ સહિતના ગામોમાં ઓવરહેડ વિજતારોના જટિલ માળખાના કારણે ઘણીવાર સામાન્‍ય પવન કે અકસ્‍માતે ફોલ્‍ટ સર્જાવા સાથે વીજપુરવઠો અવાર નવાર ટ્રીપ થતો હોય છે અને આવી સ્‍થિતિમાં અકસ્‍માતનું જોખમ પણ વધુ રહે છે. તેવામાં હાલે ડિજીવીસીએલ ચીખલીના સબ ડિવિઝન ખૂંધ કોલેજથી થાલા, બગલાદેવથી ચીખલી રેફરલ હોસ્‍પિટલ, પોલીસ સ્‍ટેશન સહિતના સાત કિલોમીટરની લંબાઇમાં 3.62 કરોડ રૂપિયાના ખર્ચે હાઈટેન્‍શન લાઇન અંડર ગ્રાઉન્‍ડ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત સમરોલી ફીડરમાં હાઇવે ચાર રસ્‍તા, હાઇસ્‍કૂલ શોપિંગ જલારામ ખમણસહિતના વિસ્‍તારમાં વિજતારના સાથે ઓવર હેડ કંડકટ કેબલ નાંખવાનું પણ વીજકંપની દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.
ઉપરોક્‍ત કામગીરી બાદ ચીખલી તથા આસપાસના ગામોમાં અવાર નવારની વીજ ટ્રીપથી લોકોને છુટકારો મળવા સાથે નિયમિત પણે વીજપુરવઠો મળશે અને લોકોની સલામતીમાં પણ વધારો થશે તે ચોક્કસ છે.

Related posts

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા વલસાડ અને કચ્‍છ જિલ્લામાં લોકો સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment