કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ તથા દમણ-દીવનું સંરક્ષણ દૃષ્ટિએ વ્યુહાત્મક મહત્ત્વઃ ભવિષ્યની યોજનાઓ અંગે ચિંતન-મંથન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.26 : આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ફરી એક વખત કેન્દ્રિય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવનું દેશના સંરક્ષણની દૃષ્ટિએ વ્યુહાત્મક મહત્વ હોવાથી આ બાબતે પણ બંને મહાનુભાવોએ ચિંતન-મંથન કરી ભવિષ્યની યોજનાઓને પણ ઓપ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પહેલાં પણ સંઘપ્રદેશોના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 18મી જુલાઈ, 2024ના રોજ નવનિયુક્ત કેન્દ્રિય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.