October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કડક ટકોર છતાં ચીખલીના ફડવેલમાં મહિલા સરપંચના સ્થાને પતિ જ વહીવટ કરતા હોવાની સભ્યની રાવ

મહિલા સરપîચના પતિ હરીશભાઈના જણાવ્યાનુસાર આપેક્ષ કરનાર વ્યક્તિ ચૂંટણીમાં હારી ગયેલા હોય તેનું તેઓને દુઃખ છે અને ચૂîટણીની અદાવતથી આવા આક્ષેપો કરી રહ્ના છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03
થોડા દિવસ પૂર્વે અમદાવાદમાં યોજાયેલા પંચાયત સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સરપંચ પતિ (એસપી) નહિ પણ મહિલા સરપંચો જ વહીવટ કરે તેવી ટકોર કરી હતી. પરંતુ ‘શેઠની શિખામણ ઝાપાં સુધી’ તેવો કિસ્‍સો ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં બનવા પામ્‍યો છે.
ચીખલી તાલુકાની ફડવેલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે શ્રીમતી ઉષાબેન હરીશભાઈ પટેલ ચૂંટાઈ આવેલ છે. પરંતુ ગ્રામ પંચાયતના વહીવટમાં તેમના પતિ શ્રી હરીશભાઈ દખલગીરી કરી તેઓ જ વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ પંચાયત સભ્‍ય શ્રીમતી રમીલાબેન દ્વારા કરવામાં આવ્‍યો છે. જેને લઈને વિવાદ સર્જાવા પામ્‍યો છે. સરપંચ પતિસામાન્‍ય સભામાં પણ હાજર રહી દખલ કરતા હોવાના અને સભ્‍યો સાથે ગેરવર્તણૂંક પણ કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્‍યા છે.
સમગ્ર બનાવના ફડવેલ ગામમાં તથા આજુબાજુના અન્‍ય ગામોમાં પણ ઘેરા પ્રત્‍યાઘાત પડવા પામ્‍યા છે. આ મુદ્દે ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત કરવાની પણ સ્‍થાનિક આગેવાનો દ્વારા તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું.
જોકે મહિલા સરપંચ હોય તેવા તાલુકાના મોટાભાગના ગામોમાં એસપી(પતિ) જ વહીવટ કરતા હોય છે. ફડવેલમાં સભ્‍ય દ્વારા જ આક્ષેપો કરાતા ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે.
ફડવેલ ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રીમતી રમીલાબેનના જણાવ્‍યાનુસાર સરપંચના પતિ શ્રી હરીશભાઈ મીટિંગમાં પણ સાથે બેસે છે અને દખલગીરી કરે છે તથા તેઓ સભ્‍યો સાથે પણ ગેરવર્તણૂંક કરતા હોય છે.

Related posts

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

vartmanpravah

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah

Leave a Comment