Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપનીમાં લાગેલી આગમાં ઍક કામદાર બળીને ભડથું

થર્ડ ફેઝ સ્‍થિત અનુપમ કલર પ્રા.લી.માં ઘટના ઘટી :
કૌશલકુમાર યાદવનું મોત કંપનીમાં હંગામો મચ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપીની કંપનીઓમાં ઉપરા ઉપરી આગ લાગવાના બનાવો બની રહ્યા છે. તેવો વધુ એક બનાવ સોમવારે સાંજના થર્ડ ફેઝમાં કાર્યરત એક કલર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગી હતી. આગમાં વેલ્‍ડીંગ કામ કરી રહેલ કામદાર ઘટના સ્‍થળે બળીને ભડથું થઈ ગયો હતો. બનાવને લઈ કંપનીમાં સન્નાટો છવાઈ જવા પામ્‍યો હતો.
વાપી થર્ડ ફેઝમાં આવેલ અનુપમ કલર પ્રા.લી. નામની કંપનીમાં વેલ્‍ડીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી કોન્‍ટ્રાક્‍ટરને સોંપાઈ હતી. કામગીરી કરવા માટે કૌશલ યાદવ નામનો કામદાર ટાંકીમાં ઉતરી વેલ્‍ડીંગકામગીરી કરતો હતો. સિન્‍ટેક્ષ ટાંકીમાં વેલ્‍ડીંગના તણખા ઉડતા આગ ભભુકી ઉઠી હતી. આગ લાગતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના જવાનોએ આગ બુઝાવી હતી. પરંતુ એકત્રીત કામદારો પૈકી કૌશલ યાદવ હાજર નહોતો ત્‍યારે તપાસ કરતા કૌશલ ટાંકીની અંદર આગમાં ભડથુ થઈ ગયેલી હાલતમાં મળી આવ્‍યો હતો. મૃત્‍યુની જાણ થતા સગા સબંધી કંપનીમાં દોડી આવ્‍યા હતા અને ભારે હંગામો મચાવ્‍યો હતો. જો કે ઘટનામાં કંપનીની બેદરકારી પણ છતી થઈ હતી. ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટર પોલીસ વગેરે વિભાગોએ વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

vartmanpravah

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment