(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: 26 મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા ડૉ.બાબા સાહેબને હાર-દોરા કરીને કરવામાં આવી હતી.
ભારત દેશના બંધારણના ઘડવૈયા, બંધારણ સભાના તમામ સભ્યો પ્રત્યે આદરરાખનાર મહામાનવ, વિશ્વ વિખ્યાત, વિશ્વરત્ન, ધ સિમ્બોલ ઓફ નોલેજ, વિશ્વનું સર્વોચ્ચ બંધારણ આપનાર ડો.બાબા સાહેબ આંબેડકરે આપેલ (26 નવેમ્બર,1949 ના દિવસે બંધારણ તૈયાર થયાની યાદમાં) બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે હાર દોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી.
જ્યાં સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંત પટેલ, આ.એ પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા, સામાજિક આગેવાન વિજયભાઈ અટારા, ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશભાઈ, માજી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજભાઈ, સહયોગ એગ્રો ધરમપુર નિતેશ ગવળી, સામાજિક આગેવાનો ચેતન ચૌધરી, કમલેશ પટેલ, ઉત્તમભાઇ ગરાસિયા, તુષારભાઈ, નિર્મલભાઈ, રિતેશ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
