September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

7.50 લાખ લિટરની 30 લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી તથા 26 લાખના ખર્ચે પાણીની લાઈન નાખવાની થઈ શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી નગરપાલિકાના પશ્ચિમ વિભાગમાં આવેલ અને વોર્ડ નંબર એકના કોલેજ પાછળ આવેલ નીલકંઠ સોસાયટી તથા બાલાખાડી સ્‍થિત નવજીવન સોસાયટી અને તેની પાછળ આવેલ આદિવાસી વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી પિવાના પાણીની સમસ્‍યા સતાવી રહી હતી.
વોર્ડ નંબર એકના સદસ્‍ય અને પારડી શહેર ભાજપ પ્રમુખ એવા રાજેશભાઈ પટેલ, ભાવનાબેન ભંડારી અને નયનાબેન પટેલે આ સમસ્‍યા અંગેની રજૂઆત પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈને કરવામાં આવતા તેઓએ આ પીવાના પાણીના પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્‍કાલિક પારડી નગરપાલિકાને આ સમસ્‍યા હલ કરવા જણાવતા આજરોજ આ બંને વિસ્‍તારો સહિત અન્‍ય વિસ્‍તારમાંપારડી નગરપાલિકા દ્વારા પાણી મળી રહે તે માટે 26 લાખના ખર્ચે પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પારડી નગરપાલિકા પヘમિ વિભાગમાં રહેતા લોકોના ઘરે પાણીની લાઈન તો પહોંચી છે પરંતુ પાણી પહોંચી શકયું નથી કે ખૂબ ધીમું અને ઓછું પાણી આવવાની સમસ્‍યા હોય આ જ વિસ્‍તારના ધર્મેશભાઈ મોદી દ્વારા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈને આ અંગેની રજૂઆત કરવામાં આવતા પારડી લક્ષ્મી ઉદ્યાન ખાતે 7.50 લાખ લીટરની 30 લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી બની રહી છે જેને લઈ ટૂંક જ સમયમાં પૂર્વ અને પヘમિ વિભાગ અલગ કરી પヘમિ વિભાગમાં બની રહેલ આ ટાંકી દ્વારા પヘમિ વિભાગના લોકોને પાણી પહોંચાડવામાં આવતા છેલ્લા ઘણા સમયથી તેઓને વેઠવી પડતી પાણીની સમસ્‍યા દૂર થશે.

Related posts

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે ઇલેક્‍ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્‍ડ ધ ક્‍લોક કાર્યરત

vartmanpravah

વાપી પાલિકા સામાન્‍ય સભામાં રોડ રસ્‍તાની ઉભી થયેલ બબાલ બાદ પેવર બ્‍લોક નાખવાની કામગીરી શરૂ

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

Leave a Comment