કપડાની ખરીદી કરી Google પે થી પેમેન્ટ કરવાનું કહી પેમેન્ટ કર્યા વિના રફુચક્કર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડીમાં બીના એપાર્ટમેન્ટમાં રહેતા અને પારડી બજારમાં લીમડા ચોક પાસે હિમાલયા નામની રેડીમેટ કાપડની દુકાન ધરાવતા મુકેશભાઈ બાબુભાઈ પટેલ તારીખ 25-11-2024 ના રોજ બપોરે આશરે 2:30 કલાકે પોતાની દુકાનમાં હાજર હતા તે દરમિયાન બે મહિલાઓએ મુકેશભાઈની દુકાનમાં પ્રવેશી અંડર ગારમેન્ટ તથા નાના બાળકોના કપડા મળી કુલ રૂા.10,000 ની ખરીદી કરી હતી. રૂા10,000 ની ખરીદી કર્યા બાદ ભાવમાં રકઝક કરતા મુકેશભાઈએ રૂા.9,500 આપવા માટે જણાવ્યું હતું. આવેલ મહિલાએ Google પે થી પેમેન્ટકરું હોવાનું જણાવતા મુકેશભાઈ દુકાનમાં અન્ય સામાન ગોઠવણીમાં લાગી જતા આ બંને મહિલાઓએ નજર ચૂકવી દુકાનમાંથી લીધેલ રૂા.10,000 નો સામાન લઈ રફુંચક્કર થઈ ગઈ હતી. પેમેન્ટ જમા નહીં થયું હોવાનું જણાતા મુકેશભાઈ બહાર આવી આ મહિલાની શોધ કરતા આ બંને મહિલાઓ મળી આવી ન હતી પરંતુ પારડી બજારમાં જ કોઈક બીજી જગ્યાએ રાખેલ ફોર વ્હીલ ગાડીમાં બેસી નીકળી જતા સીસીટીવી કેમેરામાં નજરે પડ્યા હતા. આ અંગેની જાણ મુકેશભાઈએ પારડી પોલીસને કરતા વધુ તપાસ કરી રહી છે.