April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટ રમાડાઈ

છઠ્ઠી ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટમાં કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, ડાર્ટ તેમજ સ્‍વિમિંગ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: વલસાડ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઇન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું હતુ. આ ટુર્નામેન્‍ટમાં મુંબઇથી લઈ સુરતના જ્ઞાતિજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો.
વલસાડ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે યોજાયેલી ઇન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટમાં યુથ ગૃપ દ્વારા કેરમ, ટેબલ ટેનિસ, બેડમિન્‍ટન, સ્‍વિમિંગ, ચેસ તેમજ ડાર્ટની રમત રમાડાઈ હતી. આ સ્‍પર્ધામાં 100 થી વધુ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમારંભમાં પ્રમુખ સ્‍થાને ગૌતમભાઈ પરીખ, અતિથિ વિશેષ તરીકે કિરણભાઈ પટેલ(સુરત) અને કેવિન પારેખ(નવસારી) ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 10 વર્ષથી લઈ 70 વર્ષસુધીના જ્ઞાતિજનોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં કુલ 27 જેટલા સ્‍પર્ધકોને વિજેતા જાહેર કરાયા હતા. આ વિજેતાઓને સમાજ દ્વારા ટ્રોફી એનાયત કરાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુથ ગૃપના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે હોન્‍ડ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડયોઃ રૂા. 15.07 લાખો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

Leave a Comment