October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સીલી ગામમાં આવેલ અદ્વૈતા ગુરુકુળ સંસ્‍થાને દસ વર્ષ પૂર્ણ થતાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુરૂકાળના બાળકોએ આનંદ અને ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને પોતાના કલા-કૌશલ્‍યના દર્શન કરાવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના સીલી ગામ ખાતે અદ્વૈતા ગુરૂકુળ આવેલ છે જેના 10 પૂર્ણ થવાના અવસરે દશાબ્‍દિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના અંતર્ગત સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓના ગ્રુપને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે શાળામાં વિવિધ પરીક્ષાઓમાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે ગુરૂકુળના આચાર્ય ડો. રાજેશ્વરી નાયરે દસ વર્ષ દરમ્‍યાન ગુરૂકુળ સંસ્‍થાની કામગીરી વિષે ઉપસ્‍થિત તમામને માહિતી આપી હતી. શાળાના ડાયરેક્‍ટર શ્રસ આર.કે.નાયરે જણાવ્‍યું હતું કે, ગુરૂકુળ અને બાળકોનું બીજું ઘર છે,જ્‍યાં બાળકોમાં સંસ્‍કારનું સિંચન થાય છે.
આ અવસરે શાળાના સંચાલકો સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે દાદરામાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર પાડેલી રેડ

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

vartmanpravah

વલસાડના ધો.3ના વિદ્યાર્થીએ સ્‍ટેટ લેવલની બેડમિન્‍ટન સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment