July 18, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
ઓલ ઈન્‍ડિયા નેશનલ સ્‍ટુડન્‍ટ ઓફ ઇન્‍ડિયા (એન.એસ.યુ.આઈ.) એ કોંગ્રેસને એક વિદ્યાર્થી પાંખ છે જેના દ્વારા ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી કે દશરથ કડુની તાજેતરમાં વરણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્‍યમાં 2017ની ચૂંટણી પ્રક્રિયામાં દશરથ કડુ કપરાડા એન એસ યુ.આઈ તરીકે ચંૂટાયા હતા. ત્‍યારબાદ વિદ્યાર્થીનાનિકાકરણની પ્રાથમિક ફરજ સમજી અનેક વિદ્યાર્થીઓના અવાજ બની તેમના પ્રશ્નને વાચા આપી જેની નોંધ પ્રદેશ એન એસ.યુ.આઈ. દ્વારા લેવાતા 2019 માં વલસાડ જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. જેના દ્વારા ગત તારીખ 14 સપ્‍ટેમ્‍બરના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી અને રાષ્‍ટ્રીય સંયોજક ભાવિક સોલંકી દ્વારા એનુએસ.યુ.આઈ.ના પ્રદેશ મંત્રી દશરથ કડુની નિમણૂકરામાં આવી છે. ગુજરાતના એન એસ.યુ.આઈ.નું સંગઠન વધુ મજબૂત કરવા બાબતે તમામ શહેરો અને જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ તેમજ યુવાઓ કોંગ્રેસની વિચારધારાઓ સાથે જોડાય તે બાબતે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. દશરથ કડુની ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. મંત્રી તરીકે નિમણૂક થતાં જ યુવાઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. હવે વલસાડ જિલ્લાના એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ પદ ખાલી પડ્‍યું છે. જેમાં ત્રણ નામો ચર્ચામાં ખૂબ જ ચાલી રહ્યા છે. જેમાં દિવ્‍યેશ શિંગાડે અબ્‍દુલ્લા ખાન દિનેશ નિબારાની નામોની ચર્ચા ચાલી રહી છે. ત્રણમાંથી એક ને વલસાડ જિલ્લાની એનએસયુઆઈની જવાબદારી સોંપવામાં આવી શકે.

Related posts

ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્‍યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

નરોલી ગામે દુષ્‍કર્મ બાદ બાળકીની હત્‍યા કરનાર આરોપીને આજીવન કેદની સજા કરાઈ

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

vartmanpravah

Leave a Comment