January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: સાંઈ ચેરિટેબલ ટ્રસ્‍ટ સાથે સંગઠિત ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍પોર્ટસ ઓફિસ (ડીએસઓ) દ્વારા જિલ્લા કક્ષાએ ત્રિદિવસીય સ્‍પોર્ટસ ફેસ્‍ટ-રણભૂમિનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રથમ દિવસે વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ અંડર-19 વોલીબોલ સ્‍પર્ધામાં ભાગ લઈ રજતપદક પ્રાપ્ત કર્યું છે. જ્‍યારે બીજા દિવસે અંડર-14 બહેનોની જૂડો પ્રતિયોગિતામાં ધોરણ છ ની વિદ્યાર્થીની શગુન સીંગે રજતપદક પ્રાપ્ત કર્યું છે. અંડર-17 ભાઈઓનીતાઈકવોન્‍ડો સ્‍પર્ધામાં ધોરણ નવનો વિદ્યાર્થી આર્યન ગવાઈએ સુવર્ણપદક પ્રાપ્ત કર્યો છે. અંડર-19 બહેનોની તાઈકવોન્‍ડે સ્‍પર્ધામાં ધોરણ દસની વિદ્યાર્થીની દિપા ચૌરસિયાએ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. અંડર-19 બહેનોની ચેસ સ્‍પર્ધામાં ધોરણ બારની વિદ્યાર્થીની ખુશ્‍બુએ કાંસ્‍યપદક મેળવી શાળાના ગૌરવ અપાવ્‍યું છે. જ્‍યારે પ્રતિયોગિતાના અંતિમ દિને ત્રીજા દિવસે અંડર-14 બહેનો માટે 200 મીટર દોડમાં ધોરમ આઠની વિદ્યાર્થીની સાનિયા કુલરિયાએ રજતપદક પ્રાપ્ત કર્યું છે અને ધોરણ આઠની વિદ્યાર્થીની શુભાશ્રી મહાપાત્રાએ 100 મીટર દોડમાં કાંસ્‍યપદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આમ ત્રણે દિવસમાં બાળકોએ વિવિધ શ્રેણીમાં પદકો મેળવી શાળાને ગૌરવ અપાવ્‍યું છે. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક વ્‍યાયામ શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

ગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્‍ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક મળી પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાહિતને સ્પર્શતા પ્રશ્નો રજુ કર્યા

vartmanpravah

Leave a Comment