Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્‍ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.28: ચીખલી તાલુકાના મજીગામ સ્‍થિત પોસ્‍ટ ઓફિસમાં બચત સહિતના પોસ્‍ટની વિવિધ યોજનાના 1250 જેટલા ખાતાઓ છે. આ ખાતાઓ પૈકી કેટલાક ગ્રાહકોની પાસબુક કર્મચારીઓએ પોતાની પાસે રાખતા અને કર્મચારીને બઢતી મળતા બદલી થતા તેમના સ્‍થાને નવા કર્મચારી હાજર થયા બાદ સમગ્ર પ્રકરણ બહાર આવ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું. ત્‍યારે ખરેખર આ કર્મચારીએ કેટલી પાસબુકો પોતાની પાસે રાખી હતી. અને તેમાં કેટલી રકમ લેવડ દેવડ થયેલ છે. અને આ લેવડ દેવડ અંગેની ગ્રાહકોને જાણકારી હતી કે કેમ? અને કર્મચારીએ ગ્રાહકોની પાસબુકો પોતાની પાસે રાખવાની શું જરૂર પડી? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. જોકે મજીગામની પોસ્‍ટ ઓફિસમાં આ કથિત ગેરરીતિનો મુદ્દો ચર્ચાનોવિષય બનવા પામ્‍યો છે. ત્‍યારે પોસ્‍ટ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા તટસ્‍થ તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે તેમ છે. ગ્રાહકોની પરસેવાની મૂડી સગેવગે ન થાય તે સહિતની તકેદારી રાખી ગ્રાહકોને કોઈપણ જાતનું આર્થિક નુકસાન ન વેઠવા પડે તે પણ સુનિヘતિ થાય તે જરૂરી છે.
ચીખલી પોસ્‍ટ ઓફિસના અધિકારી અંકુરભાઈ જોશીના જણાવ્‍યાનુસાર મજીગામ પોસ્‍ટમેનને બઢતી મળતા તેમને લોકોએ પાસબુકો આપી હતી. અને તેમણે જમા રાખી હતી. હાલે તપાસ માટે નવસારીના પણ અધિકારી આવ્‍યા છે. અને ખરેખર કર્મચારીની ભૂલ છે કે પછી સિસ્‍ટમની ભૂલ છે તેની તપાસ ચાલુ છે.

Related posts

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

ગણતરીના કલાકોમાં પલસાણા ચોરીનો ભેદ ઉકેલતી એસ.ઓ.જી.

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

વાપીમાં 5 લાખની ખંડણી માંગનાર કથિત બે મહિલા પત્રકારોની આગોતરા જામીન નામંજૂર

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં નિર્માણ થયેલા ગેરકાયદેસર વાણિજ્‍ય બાંધકામો સામે આવનારી આફત

vartmanpravah

Leave a Comment