December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

આગ લાગવાનું કારણ અકબંધ રહ્યુ છે, ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડના વશીયર ગામે ગુરૂવારે સાંજના સમયે એક ગેરેજમાં બે અલગ કારામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને લઈ સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્‍થાનિકો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા તેમજ આગ બુઝાવાના પ્રયત્‍નો હાથ ધર્યા હતા.
વલસાડના વશીયરમાં કાર્યરત એક ગેરેજમાં ગતરોજ સાંજે ગેરેજમાં રહેલી બે કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ બહાર નથી આવ્‍યું પણ લોક ચર્ચા મુજબ રિપેરીંગ દરમિયાન સી.એન.જી. લીક થયો હોવો જોઈએ. જેથી આગ પકડી લીધી હતી. સાચું કારણ તો અકબંધ રહ્યું છે. આગને લઈને બન્ને કારોમાં ઓછુ વધતુ નુકશાન થયું હતું. જો કે આગને ઘટનામાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો. વાહનોમાં આગ ગમેતે સમયે લાગી શકે છે તેથી સેફટી અંગેના પગલા લેવા જોઈએ. આપણે ત્‍યાં ગેરેજોમાં સલામતિ અંગે કોઈ જાગૃતિ જોવા મળતી નથી તેથી ક્‍યારેક મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે.

Related posts

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

ધરમપુર માલનપાડા મોડેલ સ્કુલ ખાતે “મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ” ની ૧૩૫ વિદ્યાર્થીનીઓ સાથે ઉજવણી

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

વાપી આયુષ હોસ્‍પિટલ દ્વારા આયુષ ઓનર્સ ઍવોર્ડ સન્‍માન તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment