(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.05: પારડીના સુખેશ નાનાપોંઢા રોડ પરથી ગત બુધવારની રાતે ઇકો કાર નંબર જીજે-15-એડી-7487 પારડી તરફ આવી રહી હતી. જ્યારે પારડીથી નાનાપોંઢા તરફ જતી પલ્સર બાઈક નંબર જીજે-15-એક્યુ-0606 પર સવાર થઈ દિલિપભાઈ ધનજીભાઈ દરોટીયા ઉવ 27 રહે.કપરાડા ચિંચપાડા અને તેના સાથે અન્ય એક ઈસમ જઈ રહ્યા હતા. ત્યારે ઓવરટેકની લાયમાંપલ્સર બાઇક અને ઇકો કાર સામ સામે અથડાયા હતા. જેમાં બાઇક અને કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું અને બાઇક સવાર દિલીપને હાથ અને પગમાં ફેકચર જેવી ઇજા પહોંચી હતી. જ્યારે સાથે બેસેલો અન્ય એક ઈસમને નાની મોટી ઇજા પહોંચી હતી. આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બુલન્સને જાણ કરી ઈજાગ્રસ્તને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં પારડી પોલીસ અને ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
