October 17, 2026
Vartman Pravah
સેલવાસ

સેલવાસ ન.પા. સભ્‍ય દ્વારા રીંગ રોડ ચાર રસ્‍તા પર બેરેક લગાવવા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. રરઃ સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર 13ના સભ્‍યએ બાવીસા ફળીયા પંચમુખી હનુમાન મંદિર રીંગ રોડ ચાર રસ્‍તા પર વારંવાર અકસ્‍માત થતા હોવાને કારણે બમ્‍પર બનાવવા અથવા બેરીકેટ કે ડ્રમ મુકવા બાબતે પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામા આવી છે. જેમાં જણાવ્‍યા અનુસાર બાવીસા ફળિયા પંચમુખી હનુમાન મંદિરની બાજુમાંથી રીંગ રોડ પસાર થાય છે મંદિરની બાજુમાં ચાર રસ્‍તા પડે છે જેના કારણે ચારે બાજુથી વાહન એક સાથે આવી જવાથી વારંવાર અકસ્‍માત થતા રહે છે. છેલ્લા બે દિવસ અગાઉ 32વર્ષનો કમલેશ પટેલ નામનો યુવાન એક્‍સીડન્‍ટ થવાને કારણે મરણ પામેલ છે તેમજ વારંવાર એક્‍સિડન્‍ટ આ સ્‍થળ પર થતા રહેછે. પાલિકા સભ્‍ય મીનાબેન પટેલે પોલીસ અધિક્ષકને આ જગ્‍યા પર બમ્‍પર અથવા બેરીકેટ કે ડ્રમ મૂકી એક્‍સિડન્‍ટ થતા રોકી શકાય એ માટે ઘટતુ કરવા જણાવ્‍યું હતું.

Related posts

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના પ્રભારમાં વ્‍યાપક ફેરબદલઃ નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીઝન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીઝન ડે’ની ઉજવણી કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment