April 29, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

લાભાર્થી મહિલાઓ સાથે સેલ્‍ફી ખેંચી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓની આપેલી જાણકારીઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા થઈ રહેલા વિવિધ વિકાસ કામોની પણ આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલાએ આજે દાનહના સેલવાસ (ગ્રામીણ) જિલ્લાના નરોલી ગામના ડાંગી ફળિયા અને અથાલમાં સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ભાજપના રાષ્‍ટ્રીય સ્‍તરે જાહેર કરાયેલા સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરના માર્ગદર્શન અને પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની પહેલ ઉપર આજે પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા નરોલી ગામના ડાંગી ફળિયા અને અથાલમાં મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્‍ફીખેંચાવી તેમને વિવિધ યોજનાઓ અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા થઈ રહેલા વિકાસના કામોથી માહિતગાર કરાયા હતા.
આ પ્રસંગે પ્રદેશ મહિલા મોર્ચાના ઉપ પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકી અને પ્રદેશ ઉપ પ્રમુખ શ્રીમતી ગીતાબેને કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ મહિલા મોર્ચાના મહામંત્રી શ્રીમતી પુષ્‍પાબેન પટેલ, મહિલા મોર્ચાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રીમતી પ્રમીલાબેન ઉપાધ્‍યાય, સેલવાસ શહેર મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન ચૌહાણ અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લીનાબેન પટેલે ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

દાનહ-દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment