June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: દાદરા નગર હવેલીના ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રણ દિવસીય કે.પી.એલ.સિઝન-9 ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્‍ટની ફાઈનલ મેચ કલા ફાઈટર અને કલા સુપર જેન્‍ટ્‍સ વચ્‍ચે રમાઈ હતી. આ રસાકસીભરી ફાઈનલ મેચમાં કલા સુપર જેન્‍ટ્‍સનો બે રનથી વિજય થયો હતો. ફાઈનલમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યા હતા. આ કે.પી.એલ. ટુર્નામેન્‍ટને સફળ બનાવવા કમિટી મેમ્‍બર શ્રી જયેશભાઈ ચૌધરી, શ્રી પ્રકાશભાઈ કડુ અને શ્રી દક્ષેશભાઈ ગાંવિત સહિત અન્‍ય સભ્‍યોનો મહત્‍વનો ફાળો રહ્યો હતો.

Related posts

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

Leave a Comment