July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, ઉમરગામ, કપરાડા 5 મંડળોમાં ભાજપ પ્રમુખપદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

તા.11 અને 12 ડિસેમ્‍બરે મિટીંગમાં 3 નામની પેનલ નક્કી કરી પ્રદેશમાં મોકલાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લા ભાજપ મંડળ સમિતિઓ પૈકી વાપી, ઉમરગામ, કપરાડા, વાપી નોટિફાઈડ પાંચ મંડળોના પ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તા.7 અને 8 ડિસેમ્‍બર સુધી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી તા.7 શનિવાર સુધી જુદા જુદા મંડળો માટે કુલ 37 ફોર્મ ભરાયા હતા અને દાવેદારી નોંધાવી હતી.
ડિસેમ્‍બર અંત સુધી ભાજપની પાંચ મંડળ સમિતિના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તેથી તા.11 અને 12 ડિસેમ્‍બરે જિલ્લા સ્‍તરે મિટીંગ યોજાશે. દાવેદારોના ફોર્મની ચર્ચા હાથ ધરાશે તે પૈકી 3 નામની પેનલ બનાવીને પ્રદેશ મધ્‍યસ્‍થ કાર્યાલયમાં મોકલવામાં આવશે. જ્‍યાં આખરી અને અંતિમ નિર્ણય બાદ પાંચ મંડળ સમિતિનો પણ સમાપેશ હોવાથી નોટિફાઈડ વિસ્‍તારમાં કુલ 7 ફોર્મ ભરાયા છે. તેથી માહોલ ગરમાયો છે. આંતરિક લોબીંગની શરૂઆત પ્રમુખ પદ મેળવવા માટે શરૂ થઈ ચૂકી છે. શનિવાર સુધીમાં ઉમરગામ તાલુકા ભાજપમાંથી 13 ફોર્મ, ઉમરગામ શહેર પ્રમુખ માટે 8 ફોર્મ, વાપી તાલુકામાંથી 05 ફોર્મ, નોટીફાઈડમાંથી 07 ફોર્મ, કપરાડામાંથી 04 ફોર્મ મળી કુલ 37 ફોર્મ ભરાયા છે. પ્રમુખપદના ઉમેદવારોની વયમર્યાદા પણ આ વખતે 40 અને 45 ની જાહેર કરાઈ છે ત્‍યારે કાર્યકરોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. ડિસેમ્‍બર અંત સુધી પ્રમુખોના નામ ઉપર પ્રદેશમાંથી મહોર મારી દેવાશે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 64 કર્મચારીની બઢતી સહિત 41 પોલીસ કર્મચારીને ઉચ્‍ચત્તર પગારનો લાભ મળ્‍યો

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment