September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ સ્‍માર્ટ મિટરનો વિરોધ કરાયો : કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

સ્‍માર્ટ મિટર લોકોને ફરી અંધકાર યુગમાં મોકલશે : વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં વીજ કંપની દ્વારા સ્‍માર્ટ મિટર નાખવાની તાજેતરમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. તેની સાથે સાથે સ્‍માર્ટ મિટરનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્‍માર્ટ મિટરનો વિરોધ કરીને શનિવારે કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
થોડા જ દિવસ પહેલાં નાણાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના નિવાસ સ્‍થાને સ્‍માર્ટ મિટર નંખાવીને વાપીમાં સ્‍માર્ટ મિટર કાર્યરત કરવાની કામગીરીની શરૂઆત પણ કરી દીધી છે. તો બીજી તરફ સ્‍માર્ટ મિટરનો વિરોધ શરૂ થઈ ગયો છે. વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવીને વીજ કંપની દ્વારા અમલમાં આવનારા સ્‍માર્ટ મિટરોનો સખ્‍ત વિરોધ કર્યો હતો. આ પ્રસંગે ખંડુભાઈ પટેલએજણાવ્‍યું હતું કે, સ્‍માર્ટ મિટર પ્રિપેઈડ મિટર છે. રીચાર્જ પુરુ થતા બંધ થઈ જશે. રાત્રે જ વિજળી બંધ થશે એટલે ફરી લોકો અંધકાર યુગમાં ગમે તે સમયે જઈ શકે છે. જો સરકાર સ્‍માર્ટ મિટર કામગીરી નહી અટકાવે તો અમે આગામી સમયે જન આંદોલન શરૂ કરીશું તેવી ચિમકી પણ ઉચ્‍ચારી હતી.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણ ભાજપ દ્વારા યોજાયેલી પ્રભાતફેરી

vartmanpravah

નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્‍બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી

vartmanpravah

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘જલ શક્‍તિ અભિયાન અંતર્ગત’ જલ સંચય જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ ફરી સક્રિય થયા : રાનકુવા વિસ્તારની બે સોસાયટીને નિશાન બનાવે તે પહેલા જ ઘરના સભ્યો જાગી જતા ચોરટાઓ ભાગી છૂટ્યા

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવના વિદ્યાર્થીએ દર્શાવેલી પ્રમાણિકતા

vartmanpravah

Leave a Comment