July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

હાલે આંબાના ઝાડ પર આમ્ર મંજરી ફૂટવાની સીઝન છે તો બીજી બાજુ શેરડીનું કટીંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેવામાં કમોસમી વરસાદની આગાહીના પગલે જિલ્લાના ખેડૂતો મુશ્‍કેલીમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: હવામાન વિભાગ દ્વારા આગામી 12 અને 14 ડિસેમ્‍બરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્‍યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવેલ છે અને એપીએમસી માર્કેટ અનાજના જથ્‍થાને ખુલ્લામાં રહેલ ખેતીના માલને તેમજ પરિવહન દરમિયાન કે અન્‍ય કોઈપણ જગ્‍યાએ વરસાદના કારણે કોઈ નુકસાની ન થાય તે માટે જરૂરી વ્‍યવસ્‍થા અને તકેદારીના પગલાં લેવા માટે ખેતીવાડી બાગાયત વિભાગના અધિકારીઓને ડિઝાસ્‍ટર મામલતદાર દ્વારા જાણ કરવામાં આવેલ છે, હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્‍ચે હાલે આંબાવાડીમાં આંબા કલમો ઉપર આમ્રમંજરી ફૂટવાની સિઝન છે આંબાના ઝાડ ઉપર કેટલીક જગ્‍યાએ આમ્રમંજરી જોવા પણ મળી રહી છે. બીજી તરફ ફૂટ માટે ઠંડીની માત્રા વધે તો વાતાવરણ સાનુラકૂળ થતું હોય છે પરંતુ તેનાથી વિપરીત આગાહી મુજબ કમોસમી વરસાદથાય તો આંબાવાડીમાં અમ્ર મંજૂરી ફૂટવા પર અસર વર્તાવા સાથે નુકસાન થવાની શકયતા વચ્‍ચે ધરતીપુત્રોની ચિંતા વધવા પામી છે.
આ ઉપરાંત હાલે આ વિસ્‍તારનો મુખ્‍ય પાક એવા શેરડીનું કટીંગ પણ ચાલી રહ્યું છે તેવામાં કમોસમી વરસાદ થાય તો શેરડીનું કટીંગ પણ અટકી જાય તેમ છે વધુમાં કમોસમી વરસાદથી શાકભાજીના પાકોને પણ નુકસાન થવાની શકયતા વચ્‍ચે ખેડૂતોની ચિંતા વધે તે સ્‍વાભાવિક છે
આ ઉપરાંત ચીખલી તાલુકામાં શેરડી કાપવા આવેલા શ્રમિકો પણ મોટી સંખ્‍યામાં છે અને તેઓ સામાન્‍ય ટેન્‍ટમાં વસવાટ કરતા હોય છે. ત્‍યારે આવા શ્રમિકોએ પણ મુશ્‍કેલી વેથવાની નોબત આવી શકે તાલુકામાં હાલે વિકાસના કામો પણ ચૂંટણી બાદ તે જ ગતિએ ચાલી રહ્યા છે ત્‍યારે કમોસમની વરસાદથી વિકાસના કામો પર પણ બ્રેક લાગ્‍યા સાથે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.
જિલ્લામાં ગત વર્ષે પણ ડિસેમ્‍બર માસની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડ્‍યો હતો ગત એક અને બે ડિસેમ્‍બર દરમિયાન ધોધમાર 74 મીમી જેટલો સમય વરસાદ વરસતા ખેડૂતોને મોટેપાયે નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

vartmanpravah

ચીખલી કાંગવઈના ખેતરમાં દીપડો ફરતો હોવાનો વીડિયો વાયરલ થતાં વન વિભાગે પાંજરૂ ગોઠવવાની હાથ ધરેલી તજવીજ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ સંદર્ભે દાનહ વેપારી એસોસિએશને રેલી કાઢી કલેક્‍ટર ભાનુ પ્રભાને આપેલું આવેદનપત્ર

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment