Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

કલવાડાના પતિ-પત્‍ની બાઈક ઉપર જતા હતા :
પતિ કાન્‍તિભાઈ પટેલનું ઘટના સ્‍થળે મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ-ખેરગામ રોડ ઉપર ગત બપોરે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બે બાઈક સામસામે ભટકાતા એક બાઈક ઉપર સવાર પતિ-પત્‍ની પૈકી પટકાતા પતિનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જ્‍યારે પત્‍ની અને અન્‍ય બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયેલા. બન્નેને સારવાર માટે ખસેડાયા હતા.
ગમખ્‍વાર અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના કલવાડા ગામે ડુંગરીયા તલસાડી ફળીયામાં રહેતા કાન્‍તીભાઈ ભીખાભાઈ પટેલ અને તેમના પત્‍ની બાઈક નં.જીજે 15 ક્‍યુ 4584 ઉપર વલસાડથી ખેરગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવી રહેલ સ્‍પ્‍લેન્‍ડર બાઈક નં.જીજે 15 એકે 7870 ના ચાલકે કાન્‍તિભાઈ અને તેમની પત્‍ની રોડ ઉપર પટકાઈ ગયા હતા. સામે બાઈક ચાલક પણ પટકાયો હતો. અકસ્‍માતમાં 60 વર્ષિય કાન્‍તિભાઈ પટેલનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે પત્‍નીને હાથે પગે ફેક્‍ચર થયા હતા. સામેનો બાઈક ચાલક ભુદાભાઈ નાગરભાઈ પટેલ પણ ગંભીર ઘાયલ થયો હતો તેથી ભુદાભાઈ પટેલ અને કાન્‍તિભાઈ પટેલને ગંભીર હાલતમાં 108 દ્વારાસારવાર માટે વલસાડ ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં બે બાઈકો સામસામે અથડાયાના બનાવો જીવલેણ બની રહ્યા છે. લોકો કેવુ ગફલત ભર્યુ બાઈક ડ્રાઈવિંગ કરે છે. ખરા બપોરે પણ અકસ્‍માત સર્જાય એ ચિંતાજનક બાબત લેખાવી શકાય.

Related posts

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

ધરમપુરના સાતવાકલના આદિવાસી ખેડૂતે ખેતીમાં આજસુધી રાયાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી : સંપૂર્ણ સોલાર આધારિત ખેતી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

Leave a Comment