December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અમદાવાદ જતી ડબ્‍બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્‍ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્‍ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ

મુસાફરોને ટ્રેનમાં બેસી રહેવું પડયુ, અન્‍ય ટ્રેન પ્‍લેટફોર્મ નં.3 થી પસાર કરવામાં આવી : વલસાડથી નવો કોચ જોડી દેવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહેલી ડબ્‍બલ ડેકર ટ્રેનના એક કોચ નં.7માં યાંત્રિક ખામી વાપી રેલવે સ્‍ટેશન ઉપર સાંજના 5 વાગ્‍યાના સુમારે સર્જાઈ હતી. તેથી ટ્રેનને પ્‍લેટફોર્મ નં.1 ઉપર થોભાવી દેવાઈ હતી. મુસાફરો ટ્રેનમાં અટવાયા હતા. બાદમાં ટેકનિકલ સ્‍ટાફ દ્વારા યાંત્રિક ખામી સર્જાયેલ કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્‍યો હતો. બાદમાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ટ્રેનમાં વલસાડથી નવો કોચ એડ કરીને રવાના કરવામાં આવશે તેવો રેલવેએ નિર્ણય લીધો હતો.
વાપી સ્‍ટેશન ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ ડબ્‍બલ ડેકર ટ્રેન વાપીથી આગળ વધે તે પહેલા કોચ નં.સી-7 માં અચાનક યાંત્રિક ખામી સર્જાઈ હતી. તેથી ટ્રેનને થોભાવી દેવાઈ હતી. તુરંત ટેકનિકલ સ્‍ટાફને બોલાવાયો હતો. ટ્રેનમાંથી કોચને છુટો પાડવામાં આવ્‍યો હતો. ફરી અન્‍ય ડબ્‍બા યથાવત જોડી દેવાયા હતા અને ટ્રેનને વાપીથી રવાના કરાઈ હતી. વલસાડ સ્‍ટેશને ફરી થોભાવીને નવો કોચ એડ કરવાનો નિર્ણય લેવાયો હતો.ટ્રેનના ડબ્‍બામાં ખામી સર્જાતા મુસાફરોને કલાકો સુધી ડબ્‍બામાં બેસી રહેવું પડયું હતું. બીજી તરફ રેલવે આવાગમનને અસર ના પહોંચે તેથી તમામ ટ્રેન વાપી રેલવે સ્‍ટેશન પ્‍લેટફોર્મ નં.3 થી અવર જવર કરાવાઈ હતી. જો કે જો કે ઘટનામાં કોઈ મુસાફરોને કે અન્‍યને કોઈ હાની પહોંચી નહોતી.

Related posts

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah

સેલવાસમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારવા બની રહેલો ઐતિહાસિક માહોલ

vartmanpravah

Leave a Comment