April 27, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મતદારોને પ્રભાવિત કરવા માટે વર્ષોથી રહેલું મુખ્‍ય પરિબળ‘દારૂ-બોકડું અને રોકડું’

દમણ જિલ્લા પોલીસે નિષ્‍પક્ષ, મુક્‍ત, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવા દારૂના વિક્રેતાઓ અને ડિસ્‍ટિલરીના સંચાલકોને ચૂંટણીના માપદંડો અને જરૂરી નીતિ-નિયમોનું ચુસ્‍ત પાલન કરવા આપેલી ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : આગામી લોકસભા ચૂંટણી-2024ના ઉપલક્ષમાં આજે દમણ પોલીસે દમણ જિલ્લાના દારૂના વિક્રેતાઓ અને દારૂના ઉત્‍પાદકો સાથે દમણના પોલીસ હેડ ક્‍વાર્ટરમાં એક મહત્ત્વપૂર્ણ જાગૃતિ બેઠક યોજી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મતદારોને પ્રભાવિત કરવા માટે દારૂ-બિયરનું મોટાપાયે વિતરણ કરવામાં આવે છે. પ્રદેશની ચૂંટણીમાં આજપર્યંત ‘દારૂ, બોકડું અને રોકડું(નાણું)’ મતદારોને આકર્ષવા માટેનું મહત્ત્વનું પરિબળ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં વિવિધ ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા ખુબ જ મોટાપાયે દારૂ-બિયર અને ચિકન-કબાબની લ્‍હાણી મતદારોના જૂથોને કરવામાં આવતી હોય છે. જેના સંદર્ભમાં દમણ જિલ્લા પોલીસે આ વખતે નિષ્‍પક્ષ પારદર્શક અને મુક્‍ત, ન્‍યાયી ચૂંટણી યોજવા માટે કમર કસી છે. જેના ઉપલક્ષમાં દારૂના વિક્રેતાઓ અને ડિસ્‍ટિલરીના સંચાલકોને ચૂંટણી સંબંધિત દરેક નિયમો આચારસંહિતાના માપદંડો અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા દિશા-નિર્દેશ આપવામાં આવ્‍યા હતા. જો કોઈ આ દિશા-નિર્દેશો અને નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની પણ ચિમકી આપવામાં આવી હતી.
દમણ પોલીસે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરી અને કરાવી લોકતંત્રના આપર્વમાં હર્ષોલ્લાસથી સામેલ થવા પણ આહ્‌વાન કર્યું હતું. આ બેઠકમાં દમણ વાઈન શોપ યુનિયનના પદાધિકારીઓ, દારૂના વિક્રેતાઓ અને ડિસ્‍ટિલરીના સંચાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ અને વણાંકબારા ખાતે અદ્યતન ફિશિંગ હાર્બર ડેવલપ થશેઃ સાંસદ લાલુભાઈ પટેલે સંસદીય કન્‍સલટેટિવ કમિટિમાં આપેલી જાણકારી

vartmanpravah

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

વલસાડ તિથલ બીચ ઉપર અજાણ્‍યા વૃધ્‍ધે આપઘાતની કોશિષ કરી

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.15 જાન્‍યુ.ના રોજ ધરમપુરના બિલપુડી ખાતે લાભાર્થીઓ સાથે વીડિયોકોન્‍ફરન્‍સના માધ્‍યમથી સંવાદ કરશે

vartmanpravah

Leave a Comment