September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે મોહનગામ નજીક સી.એન.જી. કારમાં ભીષણ આગ લાગી : આગમાં ચાલકનો ચમત્‍કારિક બચાવ

એન્‍જિનમાં સ્‍પાર્ક થવાથી આગ લાગ્‍યાનું પ્રાથમિક અનુમાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી નજીક મોહનગામ અને કરમબેલા વચ્‍ચે હાઈવે ઉપર વાપી તરફ આવી રહેલી કારમાં ભીષણ આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ચાલકનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
વાપી હાઈવે મોહનગામ પાસે આજે બુધવારે સાંજના 4 વાગ્‍યાના સુમારે એક કાર નં.જીજે 15 એવી 4032 વાપી તરફ આવી રહી હતી ત્‍યારે અચાનક કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કારમાં ધુવાડા જોતા ચાલક સમય સુચકતા વાપરી કારની બહાર નિકળી જતા તેનો ચમત્‍કારિક બચાવ થયો હતો. કારમાં આગ લાગવાનું પ્રાથમિક અનુમાન મુજબ એન્‍જિનમાં સ્‍પાર્ક થયો હોવો જોઈએ. સીએનજી ઈંધણ હોવાથી ક્ષણોમાં આગ પકડી લીધી હતી. ઘટનાની જાણ બાદ ઘટના સ્‍થળે પહોંચેલી ફાયર બ્રિગેડએ કારમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી.

Related posts

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપર રૂા.2.16 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

vartmanpravah

Leave a Comment